Books For You

Grow outward, Grow inward

The Hero Living Within You (Gujarati) By C J Joshi


ધ હીરો લિવિંગ વિધિન યૂ - સીજે જોષી


મહાન અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરતુ એક અનોખું પુસ્તક,આ પુસ્તક જીવનનું રહસ્ય ઉજાગર કરે છે.તમને તમારી અંદર રહેલી અનંત શક્તિનો અહેસાસ કરાવે છે.મોટા સ્વપ્નો જોવાની હિંમત આપે છે અને તેમને સાકાર કરવાના રસ્તા દેખાડે છે.આ પુસ્તક તમારા મનને ચાર્જ કરીને તમને મહાન કર્મ કરવાની ઉર્જા આપશે અને તમારું આખું જીવન બદલી નાખશેMara Jivanno Turning Point By Hemraj Shah

 

મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ - હેમરાજ શાહ

સામાન્ય માનવીઓના અસામાન્ય જીવનપ્રસંગો
પ્રવાહના જીવનમાં અને જીવનના પ્રવાહમાં અવારનવાર વળાંક આવતા રહે છે અને તેમનો એક વળાંક તો એવો હોય છે કે જે વ્યક્તિના જીવનની દિશા અને દશા જ બદલી નાખે છે .આ પુસ્તકમાંના નિબંધોમાં જુદી-જુદી વ્યક્તિઓએ પોતાના જીવનમાં આવેલા આવા કોઈ મહત્વના વળાંક વિષે અને તેની અસરથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે વાત કરી છે.Paratpar Pramukh Swamiji Sathe Mari Adhyatmik Yatra (Gujarati Translation of Transcendence) By APJ Abdul Kalam

 

પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા


એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે


ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.


ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.Lottery Ticket (Gujarati Edition) By Jules Verne

 

લોટરી ટિકિટ - જુલે વર્ન

એક હેન્સન પરિવારની હેન્સન હોટલની માલિકણ ડેમ હેન્સન તથા તેના બે સંતાનો પુત્ર જોએલ અને પુત્રી હલ્ડા ઉપરાંત એના પ્રેમી ઓલે કેમ્પના સુખદુઃખની આસપાસ આ કથા વણાયેલી છે.લગ્ન પછી સમૃદ્ધ અને સુખી કુટુંબજીવન જીવવાના સપના જોતો ઓલે કેમ્પ એ માટે સ્થાનિક લોટરીનો સહારો લેતો હોય છે.એમાંથી જ સર્જાય છે - બંનેના જીવનની કરુણ કથા.Janmakshar Vidhatana Hastakshar By Vasudha Vagh

 

જન્માક્ષર : વિધાતાના હસ્તાક્ષર - વસુધા વાઘ

જ્યોતિષ શાસ્ત્ર પણ છે અને કળા પણ.શાસ્ત્ર એ અર્થમાં કે એની સાથે કોઈક નિશ્ચિત ગણિત સંકળાયેલું હોય છે.કળા એ અર્થમાં કે ગ્રહોનું અર્થઘટન કઈ રીતે કરવું એનો બધો આધાર જ્યોતીષશાસ્ત્રી પર છે.Majana Manasne Malvani Maja By Jwalant Chhaya

 

મજાના માણસને મળવાની મજા - જ્વલંત છાયા

આ પુસ્તકમાં કેટલાક ઇન્ટરવ્યુ-પ્રોફાઈલનો સમાવેશ કરાયો છે.આ દરેક મુલાકાત પહેલા,એ દરમિયાન શું અને કેવી સફર થઇ એ પણ આલેખાયું છે.અહીં ઇન્ટરવ્યુના ફોર્મમાં લાઈફ સ્કેચ અને લાઈફ સ્કેચના ફોર્મમાં ઇન્ટરવ્યુ છે.ફિલ્મ,નાટક,સંગીત,સાહિત્ય,ધર્મ,પત્રકારત્વ અને કાનુન જેવા કાર્યક્ષેત્ર અહીં સમાવિષ્ટ છે.Roop Ek Rang Anek (A Collection of Gazals In Gujarati) By Harshdev Madhav

રૂપ એક,રંગ અનેક - એસ એસ રાહી

મુસલ્સલ ગઝલનું ગુજરાતીમાં સંપાદન,મુસલ્સલ અરબી ભાષાનો શબ્દ છે.તેનો અર્થ થાય છે લગાતાર,સતત,નિરંતર,વારંવાર,મુસલ્સલ ગઝલ એટલે ભાવ,વિચાર કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ.Maharshi Shri Arvind (Jeevan Karyani Zankhi) by Haresh Dholakia

 

મહર્ષિ શ્રી અરવિંદ (જીવન કાર્યની ઝાંખી )- હરેશ ધોળકિયા

મહર્ષિશ્રી અરવિંદ એક અદ્ભુત વ્યક્તિત્વ છે.તેમનું જીવન એક ચમત્કાર જ છે,શું થવા માગતા હતા અને શું થયા ! થવા માગતા હતા ક્રાંતિકારી અને થઇ ગયા યોગી।આ પુસ્તક તેમના વિરાટ વ્યક્તિત્વની એક ઝાંખી આપે છે.Tag cloud

Sign in