Books For You

Grow outward, Grow inward

Buy Tatvamasi Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices

તત્વમસિ - ધ્રુવ ભટ્ટ


લેખક એ છે જે વાચકને આ દુનિયાથી દૂર કોઈ અજ્ઞાત પ્રદેશની સફર કરાવે છે. તે થોડા સમય માટે આપણને આ જગતથી કોઈક ઉપરના પ્રદેશમાં લઈ જાય છે. જેની શબ્દસાધના આપણને આવી પ્રતીતિ કરાવી શકે તે સાચો સર્જક છે. ધ્રુવભાઈ ભટ્ટના તમામ પુસ્તકોમાં આપણે તે ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવી શકીએ છીએ. તેમના અદ્દભુત સર્જનોમાંનું એક સર્જન છે ‘તત્વમસિ’. આ લઘુનવલકથા પૂરી કર્યા પછી આ લોકમાં પાછા આવવાનું મન ન થાય એટલી હદે તે આપણને પકડી રાખે છે.

આપણી સંસ્કૃતિના બે મહાકાવ્યો છે : ‘રામાયણ’ અને ‘મહાભારત’. તે જ રીતે ત્રણ મહાવાક્યો છે : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’ અને ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’. આ ત્રણ મહાવાક્યોરૂપી તણખલાને ઉપાડીને લેખક ધ્રુવ ભટ્ટે ‘તત્વમસિ’ નામની લઘુનવલનો માળો ગૂંથ્યો છે, જેમાં ધબકે છે ભારતીય સંસ્કૃતિનો મહાઘોષ.Gujarat General Knowledge Ek Abhyas By Shahezad Kazi--(Latest 2018 SIXTH Edition)
 
ગુજરાત જનરલ નોલેજ -એક અભ્યાસ (2018 આવૃત્તિ 6th Edition )
 
ડો. શહેઝાદ કાઝી
 
GPSC વર્ગ -1/2, PI, Dy.S.O.,PSI, નાયબ મામલતદાર,રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક,નાયબ ચીટનીસ, ઓફિસ આસિસ્ટન્ટ, કોન્સ્ટેબલ વગેરે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
 
પુસ્તકની વિશેષતા :
 
ગુજરાતની ભૂગોળ- વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો ઇતિહાસ-વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -લોક નૃત્ય-લોકમેળાઓ
ધો.5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત "વિજ્ઞાન અને ટેક્નોલોજી" તથા "સામાજિક વિજ્ઞાન" ની વનલાઇનર કવીઝ
છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત જનરલ નોલેજના પુછાયેલા પ્રશ્નો-જવાબ સાથે

 
 
 
યોજનાઓ- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સંચાલિત યોજનાઓ January 2018 સુધીની
ગુજરાતનો ઇતિહાસ -વર્ણાત્મક સમજૂતી સાથે
ગુજરાતની ભૂગોળ -વર્ણાત્મક સમજૂતી સાથે
બ્રહ્માંડ અને સૂર્યમંડળ
પંચાયતીરાજ-વનલાઇનર કવીઝ
મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિ-વનલાઇનર કવીઝ
મહિલાઓનો વિવિધ ક્ષેત્રે ફાળો -વનલાઇનર કવીઝDharma Tad ane Fad Shreni by Nagindas Sanghavi

ગુજરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવે છે. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલે છે.

વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.Virat Swapna (Gujarati Translation of Dreaming Big My Journey To Connect India) by Sam Pitroda

વિરાટ સ્વપ્ન :કનેક્ટ ઇન્ડિયા માટેની મારી યાત્રા - સામ પિત્રોડા

 

ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાની આત્મકથા 'ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટની ગુજરાતી આવૃત્તી

ભારતની ટેલિફોન ક્રાંતિના પ્રણેતા અને મહાન ટેક્નોક્રેટ સામ પિત્રોડાની પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાતો-પ્રસંગોથી ભરપૂર રસપ્રદ આત્મકથા.

સામ પિત્રોડા તરીકે ઓળખાતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) એક ટેલિકોમ એન્જિનિયર, શોધક અને નિતિકર્તા છે. તેમનો જન્મ તિતલાગઢ, ગ્રામીણ ઓરિસ્સા, ભારતમાં એક ગરીબ, દૂરસ્થ ગામમાં થયો હતો. ૧૯૬૪ માં વિદ્યુત ઈજનેરી અભ્યાસ કરવા તેઓ શિકાગો ગયા. પિત્રોડાએ યુએસમાં આવતા પહેલા ટેલિફોનનો ઉપયોગ ક્યારેય ઉપયોગ કર્યો ન હતો.

ઘણા વર્ષો પછી પિત્રોડાએ ભારત મુલાકાત લીધી અને તેમની પત્ની સાથે એક ફોન કૉલ કરી શક્યા નહી. જેથી તેઓ ભારત પરત ફર્યા અને ભારતીય જાણકારી ઉદ્યોગ ઉભો કરવા માટે વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગભગ એક દાયકા ગાળ્યા હતા.

સામ પિત્રોડા તેમના જીવનની તથા વિશ્વમાં તેમના જીવન દરમ્યાનના ચડાણ-ઉતારની હૃદયસ્પર્શી વાતો કરે છે.Shoolpaneshwar Ishwarnu Abhyaranya by Dr. Sandeep Kumar

નર્મદાના કાંઠે આવેલા અફાટ કુદરતી સૌંદર્યના ભંડાર એવા શૂલપાણેશ્વરના જંગલો, વન્યજીવન, વનસ્પતિ, સંસ્કૃતિનો પરિચય કરાવતું આ પુસ્તક પ્રત્યેક પ્રકૃતિપ્રેમીને ગમે તેવું છે. અહીં છે વિવિધ જાતિ-પ્રજાતિનાં પ્રાણીઓ અને પંખીઓ તેમજ તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ અને ક્યારેય ન ખૂટે એવી વન્યસંપત્તિ સમા હરિયાળા વૃક્ષોનો અખૂટ ભંડાર !Krodh Purush (Krodhno Ek Sarvangi Parichay)


ક્રોધનો એક સર્વાંગી પરિચય

 

ક્રોધનું પણ પૂરું ખાનદાન છે.ક્રોધની લાડકી બહેન જીદ છે,ક્રોધની પત્ની હિંસા છે.તે હંમેશા છુપાયેલી રહે છે.ક્રોધનો પિતા છે તેને ભય કહેવામાં આવે છે.નિંદા અને ચાડી ચુગડી ક્રોધની મોઢે ચઢાવેલી દીકરીઓ છે.વેર ક્રોધનો પુત્ર છે.ઈર્ષ્યા આ ખાનદાનની બહુમિજાજી વહુ છે.ઉપેક્ષા ક્રોધની મા છે.Geet Ek Gayu Ne Vayare Vavyu by Mahendra Meghani

 

200થી વધુ કવિઓની કવિતા અને લોકસાહિત્યમાંથી ચૂંટેલી પંક્તિઓનો કક્કાવાર કોશJivanyog (Gujarati) by Swami Adhyatmanand

આ પુસ્તકમાં આલેખાયેલા વિષયોમાં સૌથી મહત્વની વાત યોગ-અભ્યાસમાં નિષ્ઠા,પ્રામાણિકતા;થોડું પણ નિયમિત કરવાની વૃત્તિ,ઉપરાંત કમરનો દુખાવો તથા હાર્ટવિષયક ચર્ચા વિશદપણે કરવામાં આવી છે.ખોરાક,તેના પ્રકાર,કેલરીઝ,આસનોને વેરિએશન્સ વગેરેનું પણ વિશદ વર્ણન આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યું છે.Tag cloud

Sign in