Books For You

Grow outward, Grow inward

એક પંથ ને દો કાજ - રશ્મિ બંસલ

ભાવાનુવાદ: સોનલ મોદી

બેસ્ટસેલર્સ " ખભે કોથળો ને દેશ મોકલો" "શૂન્યમાંથી સર્જન" "સપનાના સોદાગરો" અને "મેઘધનુષી માનુનીઓ" "ધરતીનો છેડો ઘર" ની કલમનું નવું નજરાણું

કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ
'એક પંથ ને દો કાજ' (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા ગ્રેજ્યુએશન પહેલા કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાના સ્વપ્ના સાકાર કરવા મંડી પાડનાર વિરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ
આ પુસ્તક હાથમાં લેતા જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે જોઈએ ધગશ, ભારોભાર હિમંત, એક નવો આઈડિયા અને ઇન્ટરનેટ તમારી હોસ્ટેલ નો રૂમ પણ તમારી ઓફિસ બની શકે.
તમે પણ 'સ્ટાર્ટ અપ' ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર આ પુસ્તક તમારા માટે જ છે.કર્મનો કાયદો - સંજય ઠાકર

કર્મનો કાયદો' શિર્ષકના આ પુસ્તકમાં આધુનિક સંદર્ભો ટાંકી કૃષ્ણ અને કર્મયોગની વાતોને ચિંતનસભર રજૂ કરવાનો પ્રયાસ

કર્મમાર્ગની ચર્ચા તો આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે 'ભગવદ્દગીતા' નિમિત્તે તેની જે ચર્ચા કરી છે તે અનોખી છે, શ્રી કૃષ્ણની આ ચર્ચામાં કર્મમાર્ગના મૂળભૂત તત્વો અને રહસ્યો સમાયેલા છે.'ભગવદ્દગીતા' ના નાના લગતા સૂત્રોમાં પણ વિરાટ રહસ્યો છુપાયેલા છે. કર્મો જે ગહન ગતિએ ચાલે છે તેને સમજાવતો મોકો 'ભગવદ્દગીતા'થી વિશેષ ક્યાંય નથી.Lagani Sabhar Baluchher (Gujarati Translation of The Art of Sensitive Parenting) by Amita Govinda

લાગણીસભર બાળઉછેર

લેખક : અમીતા ગોવિંદા

બાળઉછેર અને બાળશિક્ષણના અનુભવી નિષ્ણાતની કલમે લખાયેલું પુસ્તક. બાળકની જરૂરિયાતો, તેમની ભાવનાત્મક કેળવણી, તેમનું માનસ, સર્જનશીલતા, સલામતીની ભાવના, શીખતું-ભણતું બાળક, બાળક અને શાળા વગેરે મુદ્દાઓ સરળ ભાષામાં આવરી લેતું આ પુસ્તક, પોતાના બાળકના ઉછેર પ્રત્યે સભાન એવા પ્રત્યેક માબાપને ઉપયોગી થાય એવું છે.No Excuses (Gujarati Translation) By Brian Tracy

No Excuse! -The Power Of Self-Discipline (Gujarati Edition)

નો એક્સક્યુઝ : સ્વ-શિસ્તની શક્તિ ( કોઈ બહાનાબાજી નહીં!)

મોટા ભાગના લોકો મને છે કે સફળતા સારા નસીબ અથવા પ્રચંડ બુદ્ધિથી મળે છે, પરંતુ ઘણા સફળ લોકોએ સ્વ-શિસ્ત દ્વારા તેમની સિદ્ધિઓ ઘણી વધારે દુન્યવી માર્ગે હાંસલ કરેલ છે.

પુસ્તકના 21 પ્રકરણ તમારા જીવનનમાં સ્વ-શિસ્તની શક્તિ ને ખીલવવા અને સરળતાથી તમને લાગુ કરવા માટે વધુ અભ્યાસ અર્થે આપેલ છે આ માર્ગદર્શનોની, જેને તમે વધારે નસીબદાર માનો છો, તેમની અદેખાઈ કરવાને બદલે, તમે જે બધું કરો તેમાં કેવી રીતે વધારે સફળ થવું તે શીખી શકો. થોડું સ્વ-શિસ્ત ખુબ મદદરૂપ થઇ શકે। બહાના કાઢવાને બદલે સ્વ-શિસ્ત પુસ્તક વાંચો!Tag cloud

Sign in