વિવેકાનંદ - રોમાં રોલાં
સ્વામી વિવેકાનંદ (૧૨ જાન્યુઆરી ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
26223b2a-fca9-49b2-b1ca-c741805e4737|0|.0
વિવેકાનંદ : જીવનના અજાણ્યા સત્યો
-શંકર
સ્વામી વિવેકાનંદના સાર્ધ શતાબ્દી વર્ષનો બંગાળમાં ન હોય એટલો હરખ ગુજરાતમાં છે. સારું. પણ એમાં શરમેધરમે ભેટ/ઈનામમાં અપાતા એના એ ઉપદેશાત્મક કે ડાહ્યાડમરા જીવનચરિત્રાત્મક પુસ્તકોને બદલે વાંચવા જેવા બે પુસ્તકો ન વાંચીએ, તો સ્વામીજીના શબ્દોમાં હજુ સૂતેલા પડેલા જ કહેવાઈએ! એક બૂક તો અંગ્રેજીમાં છે, ને વળી પોલિટિકલ વ્યૂઝવાળી છે. જ્યોતિર્મય શર્માની 'કોસ્મિક લવ એન્ડ હ્યુમન એપથી' ઃ એટલે એનો કદાચ વેકેશનમૂડમાં અપચો થાય, પણ અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ જેવી ભાષાઓ બાદ ગુજરાતીમાં પણ આવેલું શંકરનું આ બેસ્ટસેલર પુસ્તક જરૃરથી વાંચવા જેવું છે. જેમાં 'માનવી' વિવેકાનંદનો પૂરા સંશોધન પછી અને પરિચય છે. વિવેકાનંદની જીંદગીની ઝીણી ઝીણી વાતો. એમના સગાંઓ સાથેના સંબંધો, આર્થિક સ્થિતિની મૂંઝવણો, માતા... એમની રસોઈકળા અને ભોજન પ્રત્યેનો ઈશ્વર સમકક્ષ ભરપૂર લગાવ! વિવેકાનંદ કેવી મસ્ત રસોઈ બનાવતા અને અમેરિકાથી પત્રો લખી સામગ્રી મંગાવતા! આઈસક્રીમ તો એમને એટલો ભાવતો કે એ દેવતાઓનું ભોજન આઈસ્ક્રીમ કહેતા! અને દિવ્યતાની લોકપ્રિય આભાથી ઉલટું એમને યૌવનમાં જ કેવી કેવી બીમારીઓએ ઘેરી લીધા અને કેવી પીડામાંથી એ સ્વાસ્થ્યની પસાર થયા - એટુઝેડ એબાઉટ સ્વામી વિવેકાનંદ
94fe77fb-797f-4c20-a1b4-f4b3455fd8f9|0|.0