Books For You

Grow outward, Grow inward

Gharni Shobha (Navalkatha) By Vaju Kotak

ઘરની શોભા - વજુ કોટક

વિધિની ગતિ કોણ જાણી શક્યું છે? આપણે જે આંકડા મૂકીને સરવાળો કરતા હોઈએ છીએ તે જ આંકડાની ત્યાં બાદબાકી થઈ રહી હોય છે. આપણે વાવેતર કરતાં હોઈએ છીએ તો ત્યાં સીધું ખોદકામ જ શરૂ થઈ ચૂક્યું હોય છે! મંછાના હૃદયના ધબકારા સતીશના નામની માળા જપી રહ્યા હતા ત્યારે સતીશના ધબકારા લતાને સાદ પાડી રહ્યા હતા.Dhondu ane Pandu (Hasya Lekh Sangrah) By Vaju Kotak

ધોંડું અને પાંડુ - વજુ કોટક


ધોંડું - આજે તું કૃષ્ણ બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું.


પાંડુ - એ તો બધું ચાલે, ભગવાન કંઈ વેજીટેબલ ઘી નહોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજીટેબલ ઘીની જ મીઠાઈ ધરવામાં આવે છે.કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી.આજે તો દરેક મંદિરમાં છે.વખત જતા માણસો ભગવાનને કોટ-પાટલુન પહેરાવીને ટેબલ-ખુરશી પર બેસાડે તો નવાઈ પામવા જેવું નથી.Puran Ane Vigyan (Drushant Darshan) By Vaju Kotak

પુરાણ અને વિજ્ઞાન - વજુ કોટક

સમુદ્ર તરેહ તરેહના રસાયણોનો ભંડાર છે. એક આયોડીનનો દાખલો લો. માણસ વિજ્ઞાન અને ઉધોગની મદદથી સમુદ્રમાંથી આયોડીન મેળવી શકશે નહિ, પરંતુ સમુદ્રના તુચ્છ પ્રકારના જીવો અને શેવાળ પોતાના શરીર વાટે સમુદ્રનું પાણી ગાડીને એમાંથી આયોડીન અને બીજા કેટલાંક રસાયણો મેળવે છે. આમ વનસ્પતિ અને તુચ્છ જીવોના શરીર કેવી અજાયબ રસાયણશાળાનું કામ કરે છે! આપણે વિજ્ઞાનમાં ગમે તેટલા આગળ વધ્યા, પરંતુ કુદરતની આવી કરામતો જોઈ ને એમ લાગે છે કે આપણે તો હજી કઈ જાનતા નથી. કીડી જાણે સમૃદ્રનો તાગ મેળવવા નીકળી પડી હોય એવા આપણે છીએ.Chandarvo (Navalkatha) By Vaju Kotak

ચંદરવો - વજુ કોટક

એમના ક્રોધ પાછળ કલ્યાણની આવી ભવ્ય ભાવના છુપાયેલી છે એ વાત એમના સાથીદારો આપણને સમજાવી શક્યા નહિ. આપણે તો એટલું કહ્યું કે એ સ્વભાવે ક્રોધી અને તોછડા છે! પણ આપણે હવે જાણીએ છીએ કે એ મૂંગા મોઢેકેવી રીતે સતત સેવા કરી રહ્યા છે અને કોઈને કેવી રીતે મદદ કરતા રહે છે એ વાતની આપણને ખબર જ નથી પડતી! પોતે મહાન હોવા છતાં પણ આપણી સાથે એ એવી રીતે વર્તે છે કે જજને પોતે નાના છે- આપણને મહાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે!


મધ્યાહનના સૂર્ય કરતા ઉદય પામતો સૂર્ય વધુ મોટો દેખાય છે, છતાં પણ એનો પ્રકાશ મધુર છે. આપનો પડછાયો એ ખુબ મોટો કરી બતાવે છે અને એ રીતે આપણને સમજાવે છે કે આપણામાં મહાન બનવાની શક્યતાઓ છુપાયેલી છે. એ અને એમના જેવા બીજા બધા મહાપુરુષો ઉગતા સૂર્ય જેવા મધુર છે.Shaherma Farta Farta By Vaju Kotak

શહેરમાં ફરતા ફરતા - વજુ કોટક

કાકાએ પોતાના હાથ બતાવ્યા, એમના હાથના આંગળાં લાલ બની ગયા હતા અને એમની આંખો પણ સુજી ગયેલી હતી. મેં પૂછ્યું આ બધું શું થઇ ગયું છે ? 'આ બધું તારી કાકીનું પરાક્રમ છે. મને પરને મરચાંના ડીટિયા તોડવા બેસાડ્યો. પહેલા તો મેં નાં પાડી, પણ તેણે કહ્યું કે અથાણું બે હાથે ખાઈ જાઓ છો. આજે મદદ કરવા બેસો એટલે ખબર પડશે કેમ અથાણું થાય છે. વજુ! મારા બંને હાથમાં આગ લાગી છે અને આંગળાં તો જાણે મીણબતીની જેમ બડી રહ્યા હોય એમ લાગે છે. પૈસા, સમય, હાથ-પગ અને ખાતી વખતે મોઢું! આજે મને એમ લાગે છે કે આપના જીવનમાં અથાણાં જોઈએ જ નહિ. અધૂરામાં પૂરું કેરી કાપવા બેઠો હતો અને હાથ દુખી ગયા છે. કાકાની કફોડી દશા જોઇને મને દયા આવી અને હું એમને બાજુની હોટલમાં નાસ્તો કરવા લઈ ગયો. આ હોટલમાં પણ એવો સખત બફારો હતો કે જાણે આપણે કોઈ બળતી સગડીમાં દાખલ થયા હોઈએ, આવી ગરમીમાં પણ હું જોઈ શક્તો કે માણસો ગરમાગરમ ભજીયા અને તીખી તમતમતી મરચાની ચટણી ખાઈ રહ્યા હતા! કપાળે થી પરસેવો લુછતા જતા હતા અને ખાતી વખતે મોઢાંમાંથી સિસકારા બોલાવતા હતા.'Kadavna Thapa (Short Stories) By Vaju Kotak

કાદવના થાપા - વજુ કોટક

'ભાઈઓ ! કનેકો આવે છે. મેનેજરનો કાગળ આવી ગયો છે.' વાંચવા માંડ્યું.... પણ આ શું ? પત્ર પૂરો થયો કે એ બેભાન થઇ ગયો. એક ઝપાટે મને વિચાર આવ્યો કે કનેકોએ દગો દીધો હશે. મેં એ છોકરીને મનમાં ને મનમાં ગાળો દઈ દીધી. અમૃતલાલને અમે દવાખાનામાં લઇ ગયા અને પછી મેં નિરાંતે પત્ર વાંચ્યો:


' દુઃખ સાથે જણાવવું પડે કે તમારો મળ્યો એને આગલે દિવસે શાંધાઈ પર બોમ્બ ફેંકાયા હતા અને એમાં અમારી હોટલનો અડધો ભાગ ઉડી ગયો છે. મરતી વખતે એના લોકેતમાં તમારો નાનો ફોટો હતો એને ચુંબન કર્યું હતું, પણ એક શબ્દ બોલી શકી ન હતી. એની આંખોમાં ઘણા શબ્દો ભર્યા હતા, પણ તમારા સિવાય કોઈ એનો અર્થ ઉકલી શકે એમ ન હતું. કનેકો ઉપરનો તમારો પત્ર મેં એની કબર પર મૂકી દીધો છે. આપે મોકલેલા પૈસા પાછા મોકલું છું. પ્રભુ તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.'Manavtano Maheraman (Navalkatha) By Vaju Kotak

માનવતાનો મહેરામણ - વજુ કોટક

સાહેબ એવું બન્યું કે તમે દસ ની નોટ આપી અને હું વટાવવા ગયો. સામે દુકાનેથી પૈસા મેળવીને આપણી પાસે આવતો હતો. ત્યાં હું એક મોટર નીચે આવી ગયો. પીડાને કારણે બેભાન બની ગયો અને જયારે જાગ્યો ત્યારે હું સરકારી ઈસ્પિતાલમાં હતો. અકસ્માત બહુ ખરાબ હતો અને મોટા દાક્તરની સલાહથી મારો પગ કાપી નાખવામાં આવ્યો. બે મહિના ઈસ્પિતાલમાં તમારા જેવા કોઈ દયાળુ શેઠે પૈસા આપીને આપીને ઘોડી કરાવી આપી. પછી બીજી જગ્યાએ ભીખ માગવાનું શરુ કર્યું અને ધીમે ધીમે પૈસા ભેગા થયા કે હું જે આપણે આપવા આવ્યો છું.Ha Ke Na (Part 1 and 2) by Vaju Kotak

 હા કે નાં (ભાગ -1 અને ભાગ-2) (નવલકથા)

વજુ કોટક

ભાગ -1

'મારું જીવન બદલાઈ ચુક્યું છે.અભિનયનો મેં કળા તરીકે સ્વીકાર કર્યો છે.જીવનનિર્વાહ ખાતર એને મેં સ્વીકાર કર્યો છે. નાટકમાં અભિનેતાને પ્રેમ કરું છું. પરણું છું. કોઈ વાર વિધવા બનું છું.ઘણા ઘણા પાઠ ભજવું છું, પણ મારા જીવનમાં મેં ક્યાંય અભિનય રાખ્યો નથી અને રાખવા માગતી નથી. ઘણા મને પોતાની કરવા માંગે છે, પણ હું જાણું છું કે એ બધું દેહનું આકર્ષણ છે અને મારા હૃદયમાં તમારા સિવાય કોઈને સ્થાન નથી એટલે હું કોઈની સાથે લગ્ન કરી ન શકું. મારું નામ જાનકી છે અને હું ખરેખર જાનકી બનવા માગું છું.'


ભાગ -2

અમે બને શાંત ઉભા રહ્યા. પછી બંને હાથ વચ્ચે મારું સુખ દાબતાં નિરૂપમાએ કહ્યું : 'અત્યારે તમને શું કહી ને બોલાવું? એવો કોઈ શબ્દ જડતો નથી કે મારા હૃદયના ભાવનું સંપૂર્ણ દર્શન કરાવી શકે!
તમને પ્રથમ વાર જોયા ત્યારે જ એ ઝંખના જાગી હતી કે તમને મારા બનાવી દઉં, પણ તમે મારા પિતાને ત્યાં નોકરીમાં રહ્યા અને લક્ષ્મી તથા સંસ્કારના ખોટા અભિમાનમાં રહી ગઈ.
અંતર અમારી ઝંખના કરી રહ્યું હતું, પણ અભિમાન મને કહી રહ્યું હતું કે એક નોકર સાથે તે વળી લગ્ન કરાય ? આ ખોટા અભિમાનને કારણે જ હું દુર રહી અને છતાં પણ અંતરથી તો ખેચાયા કરતી હતી. હવે એ બધા પડદા તૂટી ગયા છે અને જે દિવસની ઝંખના કરી હતી એ દિવસ આવી રહ્યો છે. કહો ક્યારે લગ્ન કરીશું?' Tag cloud

Sign in