Books For You

Grow outward, Grow inward

Patalno Pravas (Gujarati Translation of Journey to The Centre of The Earth) by Jules Verne

'જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ' ઘણું પ્રખ્યાત પુસ્તક છે આપણે ત્યાં ગુજરાતીમાં પાતાળ પ્રવેશ અને પાતાળનો પ્રવાસ એ નામથી તેના અનુવાદ થયા છે. એક પ્રોફેસર અને તેમના જુવાન ભત્રીજાના હાથમાં એક પુસ્તક આવ્યું, તેમાંથી એક કાગળનો નાનો ટુકડો નીચે સારી પડ્યો તેમાં આડાને બદલે ઉભા વિચિત્ર અક્ષરો લખેલા હતા એ ભેદી કાગળનો કોયડો આખરે તેમણે ઉકેલ્યો શબ્દો અને કલ્પનાને સથવારે, શ્વાસ થંભી જાય એવા આ પાતાળ પ્રવાસમાં આપણે પણ જોડાઈએ તો ?Lighthouse (Gujarati Translation) By Jules Verne

લાઈટહાઉસ - જુલે વર્ન

જુલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે.લાઈટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે.Mayavi Tapu (Gujarati Translation of The Mysterious Island) By Jules Verne

માયાવી ટાપુ (ગુજરાતી અનુવાદ 'મિસ્ટીરીય્શ આઈલેન્ડ) (સાહસ કથા )

જુલેવર્ન

અનુવાદ અને સંક્ષેપ: શ્રીકાંત ત્રિવેદી

જુલેવર્નનું 'મિસ્ટીરીય્શ આઈલેન્ડ' ઘણું પ્રખ્યાત પુસ્તક છે આપણે ત્યાં ગુજરાતીમાં ભેદી ટાપુ અને માયાવી ટાપુ એ નામથી તેના અનુવાદ થયા છે.

એક મોટું બલુન ભયંકર ઝંઝાવાતના તોફાનમાં સપડાઈ જાય છે અને પછી એમાં મુસાફરી કરી રહેલા પાંચ સાહસિકો અજાણ્યા ટાપુ પર ફેંકાઈ જાય છે

સાવ ઉજ્જડ એવા આ ટાપુ પર કાળા માથાનું કોઈ માનવી વસ્તુ ન હોય અને દુર દુર સુધી સાગરના પાણી પથરાયા હોય, એ પરિસ્થિતિમાં કોઈની મદદ પણ ક્યાંથી મળે?

આ ટોળીના એક જણના ખિસ્સામાંથી એક દીવાસળી અને બીજાની પાસેથી ઘઉંનો એક દાણો મળી ગયો, પછી અલગ અલગ પ્રયોગોથી તેમણે તો જાણે નવી દુનિયા જ બનાવી લીધી.

યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની, ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી.

વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ જીવનવ્યવહાર માટે શેર બજારમાં શેર બ્રોકર તરીકે તકદીર અજમાવ્યું. ફાજલ સમયમાં તેમણે જાણવા જેવી હકીકતોની નોંધ રાખવી શરૂ કરી; વળી સાહિત્યસર્જન પણ શરૂ કર્યું.

1859માં સ્કોટલેંડ – ઇંગ્લેન્ડ સુધી લાંબી સમુદ્રયાત્રા કરી. તે સમયે ઇંગ્લેન્ડમાં લંડનના પોર્ટ પર બંધાઇ રહેલ વિશ્વવિખ્યાત જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ જૂલે વર્નના દિલમાં વસી ગયું. તું કદાચ જાણતી હોઇશ, અનામિકા! તે જમાનાના સૌથી મોટા આ મહાતોતિંગ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’નો ઉપયોગ પાછળથી પ્રશાંત મહાસાગર – એટલાંટિક સમુદ્ર (Atlantic Ocean) ના તળિયે ટેલિગ્રાફ કેબલ્સ બિછાવવામાં થયો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસ પછી તેમની કલ્પનાને નવી પાંખો ફૂટવા લાગી. 1861માં તેમણે બલૂનમાં આફ્રિકાના પ્રવાસની કાલ્પનિક સાહસકથા લખી. આ વાર્તા લઇને જૂલે વર્ન ફ્રેંચ પ્રકાશક હેઝલ પાસે પહોંચ્યા. સ્ટોરી વાંચી હેઝલે તેને વિસ્તૃત નવલકથા રૂપે લખવા સૂચન કર્યું. તે સાહસ-પ્રવાસકથા વિસ્તૃત નવલકથા તરીકે ‘ફાઇવ વિક્સ ઇન અ બલૂન’ નામથી પ્રકાશિત થઇ. તેને વાચકોનો ભારે પ્રતિસાદ મળ્યો. બસ , અનામિકા, તે પછી જૂલે વર્નની કલમ ક્યારેય રોકાઇ નહીં અને વિશ્વને લેખક–પ્રકાશકની એક અમર જોડી મળી.

જૂલે વર્નની ઘણી ખરી કૃતિઓ પહેલાં સામયિકોમાં સિરિયલ રૂપે અને ત્યાર બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. સાહસકથા – વિજ્ઞાનકથાઓ ઉપરાંત તેમને નાટકમાંથી પણ ધૂમ કમાણી થઇ. તેમણે બ્રિટીશ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ પર મુસાફરી કરી ઘણી પ્રેરણા મેળવી. જૂલે વર્ન પોતાનાં અંગત શીપ ‘સેંટ માઇકલ’’ જહાજ પર મુસાફરી કરતાં કરતાં લખતાં.

તમને જાણીને દુ:ખ થશે,કે તેમની પાછલી જિંદગી ઉપાધિઓના ઘેરામાં વીતી. જેણે જૂલે વર્નનાં પુસ્તકોને દુનિયા સમક્ષ મૂક્યાં તે પ્રકાશક મિત્ર હેઝલ, પ્રેમાળ માતા અને આત્મીય ભાઇ સ્વર્ગે સિધાવ્યાં. કાન અને આંખો દગો દેવા લાગ્યાં. અર્ધપાગલ ભત્રીજાએ આકસ્મિક રીતે પગમાં ગોળી મારી તેમને લંગડાતા કરી દીધા હતા. ડિપ્રેશનમાં આવીને જૂલે વર્ન પોતાનો પત્રવ્યવહાર, નોંધો, નોટબુક્સ, કેટલીક પ્રકાશિત- અપ્રકાશિત હસ્તપ્રતોનો કીમતી ખજાનો નાશ કરતા ગયા. 25 માર્ચ 1905ના દિવસે જૂલે વર્ન દુનિયા છોડી ગયા.Mahasagarno Malik (Gujarati Translation of 20000 Leagues Under The Sea) By Jules Verne

મહાસાગરનો માલિક (ગુજરાતી અનુવાદ 'ટ્વેન્ટી થાઉંસન્ડઝ લિગ્ઝ અન્ડર ધ સી' ) ( દરિયાઈ સાહસ કથા )

જુલેવર્ન

અનુવાદ અને સંક્ષેપ: શ્રીકાંત ત્રિવેદી

જુલેવર્નનું 'ટ્વેન્ટી થાઉંસન્ડઝ લિગ્ઝ અન્ડર ધ સી' ઘણું પ્રખ્યાત પુસ્તક છે આપણે ત્યાં ગુજરાતીમાં સાગર સમ્રાટ અને મહાસાગરનો માલિક એ નામથી તેના અનુવાદ થયા છે.મજાની વાત એ છે કે આ કથાનો નાયક આપણા ભારતનો એક રાજકુમાર છે, જે કેપ્ટન નેમો નામ ધારણ કરી પોતાની નોટિલસ નામની સબમરીનમાં વિશ્વના સમુદ્રોની સફર કરે છે.

યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની, ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી.

વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ જીવનવ્યવહાર માટે શેર બજારમાં શેર બ્રોકર તરીકે તકદીર અજમાવ્યું. ફાજલ સમયમાં તેમણે જાણવા જેવી હકીકતોની નોંધ રાખવી શરૂ કરી; વળી સાહિત્યસર્જન પણ શરૂ કર્યું.

1859માં સ્કોટલેંડ – ઇંગ્લેન્ડ સુધી લાંબી સમુદ્રયાત્રા કરી. તે સમયે ઇંગ્લેન્ડમાં લંડનના પોર્ટ પર બંધાઇ રહેલ વિશ્વવિખ્યાત જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ જૂલે વર્નના દિલમાં વસી ગયું. તું કદાચ જાણતી હોઇશ, અનામિકા! તે જમાનાના સૌથી મોટા આ મહાતોતિંગ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’નો ઉપયોગ પાછળથી પ્રશાંત મહાસાગર – એટલાંટિક સમુદ્ર (Atlantic Ocean) ના તળિયે ટેલિગ્રાફ કેબલ્સ બિછાવવામાં થયો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસ પછી તેમની કલ્પનાને નવી પાંખો ફૂટવા લાગી. 1861માં તેમણે બલૂનમાં આફ્રિકાના પ્રવાસની કાલ્પનિક સાહસકથા લખી. આ વાર્તા લઇને જૂલે વર્ન ફ્રેંચ પ્રકાશક હેઝલ પાસે પહોંચ્યા. સ્ટોરી વાંચી હેઝલે તેને વિસ્તૃત નવલકથા રૂપે લખવા સૂચન કર્યું. તે સાહસ-પ્રવાસકથા વિસ્તૃત નવલકથા તરીકે ‘ફાઇવ વિક્સ ઇન અ બલૂન’ નામથી પ્રકાશિત થઇ. તેને વાચકોનો ભારે પ્રતિસાદ મળ્યો. બસ , અનામિકા, તે પછી જૂલે વર્નની કલમ ક્યારેય રોકાઇ નહીં અને વિશ્વને લેખક–પ્રકાશકની એક અમર જોડી મળી.

જૂલે વર્નની ઘણી ખરી કૃતિઓ પહેલાં સામયિકોમાં સિરિયલ રૂપે અને ત્યાર બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. સાહસકથા – વિજ્ઞાનકથાઓ ઉપરાંત તેમને નાટકમાંથી પણ ધૂમ કમાણી થઇ. તેમણે બ્રિટીશ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ પર મુસાફરી કરી ઘણી પ્રેરણા મેળવી. જૂલે વર્ન પોતાનાં અંગત શીપ ‘સેંટ માઇકલ’’ જહાજ પર મુસાફરી કરતાં કરતાં લખતાં.

તમને જાણીને દુ:ખ થશે કે તેમની પાછલી જિંદગી ઉપાધિઓના ઘેરામાં વીતી. જેણે જૂલે વર્નનાં પુસ્તકોને દુનિયા સમક્ષ મૂક્યાં તે પ્રકાશક મિત્ર હેઝલ, પ્રેમાળ માતા અને આત્મીય ભાઇ સ્વર્ગે સિધાવ્યાં. કાન અને આંખો દગો દેવા લાગ્યાં. અર્ધપાગલ ભત્રીજાએ આકસ્મિક રીતે પગમાં ગોળી મારી તેમને લંગડાતા કરી દીધા હતા. ડિપ્રેશનમાં આવીને જૂલે વર્ન પોતાનો પત્રવ્યવહાર, નોંધો, નોટબુક્સ, કેટલીક પ્રકાશિત- અપ્રકાશિત હસ્તપ્રતોનો કીમતી ખજાનો નાશ કરતા ગયા. 25 માર્ચ 1905ના દિવસે જૂલે વર્ન દુનિયા છોડી ગયા.

જૂલે વર્નનાં ખ્યાતનામ પુસ્તકોમાં ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’ (1864), ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મુન’ (1865), ‘ટ્વેંટી થાઉઝંડ લીગ્સ અંડર ધ સી’ (1869) તેમજ ‘અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ’ (1872)નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં છે. વિજ્ઞાનકથાઓના સાહિત્યમાં જૂલે વર્ન અમર રહેશે!Ranino Khajano (Gujarati Translation of Begums Fortune) By Jules Verne

ફ્રાન્કો - પૃશિયન યુદ્ધથી જુલે વર્ન ખુબ ત્રસ્ત બન્યો હતો. જર્મનીની લશ્કરી તાકાતનો ભય આ લડાઈ દરમિયાન તેણે પારખ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર જગતે એ ભયનો અનુભવ કર્યો.હવે પછીના યુદ્ધો યાંત્રિક શસ્ત્રાસ્ત્રોની સહાયથી થશે તેનું દર્શન તેણે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું હતું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધખોળ કઈ રીતે માંવાન્કલ્યાણ માટે વાપરવી,આદર્શ શહેરોની રચના કેમ કરવી તથા અઢળક ધનનો કેવી રીતે સદુપયોગ કરવો તેના ઉમદા વિચારો દષ્ટિ સમક્ષ રાખી આ નવલકથાનું પોત બનાવાયું છે. રાણીનો ખજાનો ( BEGUM'S FORTUNE ) અંત ભાગમાં જે રીતે મેક્સ બ્રક્મેન અને ઝાનેતના લગ્ન ગોઠવી જુલે વર્ન ભાવવાહી દ્રશ્ય ખડું કર્યું છે તે રીતે પોતાના જીવનમાં પણ ઘડિયા લગ્નનો લહાવો તેણે માણ્યો હતોBhedi Tapu (Gujarati Translation of The Mysterious Island) By Jules Verne

' ભેદી ટાપુ ' નવલકથા જુલે વર્નની સૌથી લોકપ્રિય થયેલી નવલકથાઓંમાની એક છે. તેમાં એક ઉજ્જડ ટાપુની કથા છે. પાંચ સાહસિક અમેરિકનો : ચાર પુરુષો અને એક છોકરો પ્રશાંત મહાસાગરના એક અજાણ્યા ટાપુ પર ફેકાય છે. વર્ન પહેલાનાં લેખકોએ પોતાના પત્રો ને ઉજ્જડ ટાપુ પર ફેક્યાં હતા પણ વર્ન એમાં નાપરીનામ ઉમેર્યું છે. તેના પત્રોએ આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.Sahas Toli Nirjan Tapuma (Gujarati Translation of Long Vacation In Desert Island) By Jules Verne

જુલે વર્ન વિશ્વવિખ્યાત છે. કારણ, સબમરીન કે રોકેટ અથવા અન્ય આધુનિક વાહનવ્યહારના સાધનોની શોધ થઇ તે પહેલા તેણે આ બધી બાબત ઘણું લખ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મ્હામાંનાવે કોઈ વાર પોતાનો ફ્રાન્સ દેશ મૂકી બહાર ક્યાય સફર નહોતી કરી અથવા આવું દેશાટન કરવાની તેની ઈચ્છાય નહોતી। વિદેશોમાં જઈ કઈ સંશોધન કરવાનો તેનો ઇરાદો પણ નહતો।. તેણે વિદેશી ભૂમિ,સમુદ્ર ,સામ્રાજ્યો અને વાયુ વગેરે અંગે જે વર્ણન કરેલ છે અને આધુનિક જીવન માં અમૃત પાસાની જે અપેક્ષિત કલ્પના કરી છે અને આધુનિક જીવનનો સમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક જે અભિગમ વ્યક્ત કર્યો છે એ અભિગમ તેના " deux ans devacance " અર્થાત " વેકેશન કે લાંબી રજાના બે વર્ષો " એ પુસ્તક પાયાના તત્વ તરીકે દષ્ટિગોચર થાય છે.Lottery Ticket (Gujarati Edition) By Jules Verne

લોટરી ટિકિટ - જુલે વર્ન

એક હેન્સન પરિવારની હેન્સન હોટલની માલિકણ ડેમ હેન્સન તથા તેના બે સંતાનો પુત્ર જોએલ અને પુત્રી હલ્ડા ઉપરાંત એના પ્રેમી ઓલે કેમ્પના સુખદુઃખની આસપાસ આ કથા વણાયેલી છે.લગ્ન પછી સમૃદ્ધ અને સુખી કુટુંબજીવન જીવવાના સપના જોતો ઓલે કેમ્પ એ માટે સ્થાનિક લોટરીનો સહારો લેતો હોય છે.એમાંથી જ સર્જાય છે - બંનેના જીવનની કરુણ કથા.Tag cloud

Sign in