Books For You

Grow outward, Grow inward

Jad Chetan (Part 1 & 2) by Harkishan Mehta

૨૭મી નવેમ્બર ૧૯૭૩થી કોમામાં રહેલા અરૂણાની મૂગી ચીસ કોઈના કાને અથડાઈ નહીં. કાનોએ નહીં સાંભળેલી ચીસ કલમે સાંભળી અને રચાઈ એક દર્દભરી કથા નામે "જડ ચેતન"...

ગુજરાતીના પ્રસિદ્વ લેખક હરકિસન મહેતાએ "જડ ચેતન"ની કથા અરૂણા શાનબાગ પર થયેલા અમાનષી અત્યાચાર અને બળાત્કારની હકીકતને ધ્યાનમાં રાખીને લખી હતી. યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરે છે. જડ ચેતનમાં હરકિસન મહેતાએ તુલસીના પાત્ર રૂપે અરૂણા શાનબાગને નજરમાં રાખી હતી.

નવલકથામાં નેતાજી પોતાના કાળા નાણા તુલસી પાસે રાખે છે. તુલસી એક હોસ્પિટલમાં નર્સ હોય છે. કાળા નાણાની કોથળી પોતાની પાસે રાખ્યા બાદ તુલસી પર હોસ્પિટલનો વોર્ડ બોય બળાત્કારનો પ્રયાસ કરે છે. મારામારી થાય છે. યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરી જાય છે. નવલકથામાં અંતે હેપ્પી એન્ડીંગ આવે છે. તુલસી કોમામાંથી બહાર આવે છેChambal Taro Ajampo (Part 1 to 3) by Harkishan Mehta

ડાકુ માનસિહથી શરૂ થયેલી 'ચંબલ તારો અજંપો' ની આ કથાનો પૂર્વાર્ધ અહી તીજા ભાગમાં, માનસિહની જ પ્રેણાથી ખૂનખાર ડાકુ બનેલા લાખનસિહ અને રૂપરામ શર્માના જીવન સાથે સમાપ્ત થાય છે. 1965 માં ચંબલ પ્રદેશમાં જઈ આવીને આ કથા લખવાની શરૂઆત કરી ત્યરે કલ્પના નહોતી કે ત્રણ ભાગમાં માં સમાવેશ થશે.Ant Arambh by Harkishan Mehta

માણસ કઈ જ કરી શકવા માટે સમર્થ ન હોય ત્યારે એ અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે આ કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે એ જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. એ અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર!Jog Sanjog by Harkishan Mehta

આ નવલકથા 'જોગ-સંજગો' નામ પાડીને 'ચિત્રલેખા' માં ક્રમશ લખવી ચાલુ કરી ત્યારે કલ્પના નહોતી કે બેચાર ચમત્કારિક સંજોગો સર્જાઈ જશે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સાઠ વર્ષ ના બુઝર્ગ વાચકનો પત્ર આવ્યો : 'તમરી જોગ-સંજોગ' વરતા જેવો જ કિસ્સો વર્ષો પહેલા અમારા ગમમાં બન્યો હતો. એક શ્રીમત કુટુંબનો પુત્ર ઘર છોડીને ચાલી ગયેલો તે અચાનક કોઈ ફકીર મારફત પાછો આવ્યો ત્યારે તમારી વાર્તાના અજયની જેમ તેની પરીક્ષા કરવામાં આવેલી. ડોકટરે લોહીની ચકાસણી કરીને ચુકાદો આપ્યો કે ઘર છોડીને ચાલ્યો ગયેલો જ પુત્ર પાછો આવ્યો છે !' મારી અગાઉની વાર્તાઓની જેમ 'ચિત્રલેખા' ના વાચકો ખુબ રસપૂર્વક 'જોગ-સંજોગ' સાથે માયા બાંધી પત્રો દ્વારા પ્રોત્સહાન આપતા રહ્યા હતા અને દસ વર્ષના ગાળામાં પુસ્તક સ્વરૂપે તેની આવૃત્તિ થાય એ પણ વાચકોના ઉમળકાભાર્યા અવકારનો જ પ્રતાપ ગણાય.Ant Arambh by Harkishan Mehta

માણસ કઈ જ કરી શકવા માટે સમર્થ ન હોય ત્યારે એ અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે આ કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે એ જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. એ અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર !Tag cloud

Sign in