Yogic Bandh Ane Mudra By Bhaandev
યૌગિક બંધ અને મુદ્રા - ભાણદેવ
6 બંધ અને 25 મુદ્રાનું સચિત્ર વિશદ વિવરણ
વ્યાપક રીતે જોઈએ તો મુદ્રાઓની સંખ્યા અપરંપાર છે. આ બધી મુદ્રાઓને બે વિશાળ ભાગમાં વહેંચી શકાય તેમ છે.- યોગસાધનામાં પ્રયુક્ત મુદ્રાઓ અને તંત્રમાર્ગમાં પ્રયુક્ત મુદ્રાઓ અર્થાત તાંત્રિક મુદ્રાઓ અહીં આ ગ્રંથ યોગગ્રંથ છે, તદ્દાનુંસર અહી ફક્ત યૌગિક મુદ્રોનો જ વિચાર કરેલ છે.આ ગ્રંથમાં કુલ 30 યૌગિક મુદ્રાઓનું વિવરણ આપ્યું છે તેમજ કુલ 6 યૌગિક બંધનો સમાવેશ છે.
625f7c51-f259-4d01-a3a0-139fac60c00e|0|.0
Mahabharatma Adhyatma Vidya By Bhaandev
મહાભારતમાં અધ્યાત્મવિધા - ભાણદેવ
'મહાભારત'માં અધ્યાત્મ્વીધાનું પ્રદાન કરણ છે : 'શ્રીમદ ભગવદગીતા'. આમ ચાત 'મહાભારત' ની અધ્યાત્મ્વીધાની ઇતિશ્રી 'ભગવદગીતા'માં જ છે, તેવું નથી. 'ગીતા' ઉપરાંત 'મહાભારત'માં અધ્યાત્મ્વીધાના અનેક પ્રકરણો છે. આ સર્વ પ્રકરણો ઉપરાંત 'મહાભારત'માં સર્વત્ર -યુદ્ધમાં પણ ડગલે ને પગલે, પાનેપાને, અધ્યાયે -અધ્યાયે કોઈ ને કોઈ રૂપે અધ્યાત્મ્વીધાનું કથન છે. ઓછામાં ઓછું અમને તો એમ જ જણાય છે.
દુધમાં સાકાર ભળી જાય તો દુધમાં સાકર સર્વત્ર છે, તેમ 'મહાભારત'માં અધ્યાત્મ સર્વત્ર છે. 'મહાભારત' માં અધ્યાત્મ્વીધા સર્વત્ર છે. તેમ કોઈને ન દેખાય તેમ બની શકે, પણ તે છે તો ખરી જ !
6be1d59a-ccac-4049-9158-911ec7dfc453|0|.0
Avatar Tatva By Bhaandev
અવતારતત્વ - ભાણદેવ
અવતારની લીલાનું મુલ્યાંકન ન હોય,ચિંતન ન્હોય - આ સત્ય પ્રથમ પ્રકરણમાં અભિવ્યક્ત થયું છે. દ્વ્રીતીય અને તૃતીય પ્રકરણમાં અવતારતત્વનું વિશદ અને સાંગોપાંગ કથન યથાશક્તિ-યથામતિ થયું છે. અવતારતત્વને પૂરેપૂરું કોણ જાણી શકે ? કોણ સમજી શકે ? તદનુસાર કહ્યું છે-યથાશક્તિ અને યથામતિ !
અવતારના સાનિધ્યમાં રહેવું એટલે શું ? અવતારનું યથાર્થ સાનિધ્ય શું છે ? અવતારના સાનિધ્યમાં કોણ હોય છે ?- આ વિચારણા 'અવતારના સાનિધ્યમાં' માં છે. અવતારની ઉપાસનાની વિચારણા પણ અહી થઇ છે. આપણાં શાસ્ત્રોમાં અવતારની અપરંપાર કથાઓ છે. અવતારતત્વ ની વિચારણા થઈ છે. આ સર્વનું એક યથાશક્ય સાંગોપાંગ કથાન શાસ્ત્રોમાં અવતાર પ્રકરણમાં ઉપલબ્ધ થયું છે. સર્વ અવતારોના અવતારી કોણ છે ? પુરષોતમ-ચેતના ! તેનું કથાન 'અવતારી પુરષોતમ-ચેતનામાં' જોઈ શકાશે. પુરાણોમાં અવતારોની ગણના પણ થઈ છે અને તેમાં મતભિન્નતા પણ છે. તેની એકસુત્રતા અહી સિદ્ધ થઇ છે - અવતારોની સંખ્યા !
229cf98b-0e01-43c2-a32a-57449eba83cb|0|.0
Vajrayan (Tibetna Rahasyavadni Katha) By Bhaandev
વજ્રયાન : તિબેટના રહસ્યવાદની કથા.
લેખક : ભાણદેવ
તિબેટનો ધર્મ વજ્રયાન અને તેના રહસ્યવાદ પર રચાયેલી વિશિષ્ટ આધ્યાત્મિક નવલકથા.
આ ગ્રંથ પ્રવાસકથા નથી, નવલકથા છે અને સુજ્ઞજનો આ ગ્રંથને નવલકથા પણ ન ગણે તો ? તો તમે જે ગણો તે કથા છે.
આ કથાનું બહિરંગ સ્વરૂપ - પ્રસંગો, પત્રો, સંવાદો આદિ સત્યઘટના નથી, પરંતુ આ પ્રસંગો,પત્રો, અને સંવાદો દ્વારા તેબેટના ધર્મ-વજ્ર્યાનની જે રહ્સ્યાવિધા વ્યક્ત થાય છે તેની સર્વ વિગતો સત્ય છે. આ નવલકથા દ્વારા જે આંતરતત્વ વ્યક્ત થાય છે તે હકીકત છે અને તે હકીકતની સચ્ચાઈ જાળવી રાખવા માટે મહેનતની કોઈ કસર મેં રાખી નથી.
a20f1434-7e54-4896-9e1b-3dbfa67986a9|0|.0