Books For You

Grow outward, Grow inward

Dharma Tad ane Fad Shreni by Nagindas Sanghavi

ગુજરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવે છે. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલે છે.

વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.007 James Bond in Gujarati by Lalit Khambhayata

અમર ફિલ્મી જાસૂસ જેમ્સ બોન્ડ અને તેની ફિલ્મોના સર્જન અને ઈતિહાસની રસપ્રદ વાતો કહેતું અનોખું પુસ્તક. જેમ્સ બોન્ડ પર ગુજરાતીમાં બહાર પડેલું આ પહેલું જ પુસ્તક, બોન્ડના ચાહકો માટે નઝરાણું છે. દરેક પાને ફોટોગ્રાફ્સ અને રસાળ લેખનશૈલીથી શોભતું પુસ્તક.Virat Swapna (Gujarati Translation of Dreaming Big My Journey To Connect India) by Sam Pitroda

વિરાટ સ્વપ્ન :કનેક્ટ ઇન્ડિયા માટેની મારી યાત્રા - સામ પિત્રોડા

 

ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાની આત્મકથા 'ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટની ગુજરાતી આવૃત્તી

ભારતની ટેલિફોન ક્રાંતિના પ્રણેતા અને મહાન ટેક્નોક્રેટ સામ પિત્રોડાની પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાતો-પ્રસંગોથી ભરપૂર રસપ્રદ આત્મકથા.

સામ પિત્રોડા તરીકે ઓળખાતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) એક ટેલિકોમ એન્જિનિયર, શોધક અને નિતિકર્તા છે. તેમનો જન્મ તિતલાગઢ, ગ્રામીણ ઓરિસ્સા, ભારતમાં એક ગરીબ, દૂરસ્થ ગામમાં થયો હતો. ૧૯૬૪ માં વિદ્યુત ઈજનેરી અભ્યાસ કરવા તેઓ શિકાગો ગયા. પિત્રોડાએ યુએસમાં આવતા પહેલા ટેલિફોનનો ઉપયોગ ક્યારેય ઉપયોગ કર્યો ન હતો.

ઘણા વર્ષો પછી પિત્રોડાએ ભારત મુલાકાત લીધી અને તેમની પત્ની સાથે એક ફોન કૉલ કરી શક્યા નહી. જેથી તેઓ ભારત પરત ફર્યા અને ભારતીય જાણકારી ઉદ્યોગ ઉભો કરવા માટે વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગભગ એક દાયકા ગાળ્યા હતા.

સામ પિત્રોડા તેમના જીવનની તથા વિશ્વમાં તેમના જીવન દરમ્યાનના ચડાણ-ઉતારની હૃદયસ્પર્શી વાતો કરે છે.Shoolpaneshwar Ishwarnu Abhyaranya by Dr. Sandeep Kumar

નર્મદાના કાંઠે આવેલા અફાટ કુદરતી સૌંદર્યના ભંડાર એવા શૂલપાણેશ્વરના જંગલો, વન્યજીવન, વનસ્પતિ, સંસ્કૃતિનો પરિચય કરાવતું આ પુસ્તક પ્રત્યેક પ્રકૃતિપ્રેમીને ગમે તેવું છે. અહીં છે વિવિધ જાતિ-પ્રજાતિનાં પ્રાણીઓ અને પંખીઓ તેમજ તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ અને ક્યારેય ન ખૂટે એવી વન્યસંપત્તિ સમા હરિયાળા વૃક્ષોનો અખૂટ ભંડાર !Udhyam Aur Unnati by Mrudula TrivediVarshfal Chandrika by Pannalal JyotishiJyotish Vaibhav By Shanta Gupta

यह पुस्तक ज्योतिष ज्ञान का परिचय कराने में पाठको को सहायक हो सकेगी ।Saubhagya Prapti Ke Durlabh Upay by Upendra Dhakre

सौभाग्य एवं सर्वसुख प्राप्ति के दुर्लभ उपायो पर आधारितTag cloud

Sign in