Books For You

Grow outward, Grow inward

The Man Who Knew Infinity A Life of The Genius Ramanujan (Gujarati Translation) By Robert Kanigel

અનંતનો અઠંગ અભ્યાસી: શ્રીનિવાસ રામાનુજન

રોબર્ટ કાનિજેલ

અનુવાદ: અરુણ વૈદ્ય/ નટવર રોઘેલિયા

અનંતનો અઠંગ અભ્યાસી શ્રીનિવાસ રામાનુજન’ નામનો બૃહદ ચરિત્રગ્રંથ ગણિતના વરિષ્ઠ અભ્યાસીઓ અરુણ મ.વૈદ્ય અને નટવર ન. રોઘેલિયા તાજેતરમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લાવ્યા છે. ભારતના વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી વિશે અમેરિકન વિજ્ઞાનલેખક રૉબર્ટ કાનિજેલે લખેલી જીવનકથાનું નામ છે ‘ધ મૅન હુ ન્યુ ઇનફિનિટિ : અ લાઇફ ઑફ ધ જીનિઅસ રામાનુજન’(1991). વાચન અને અનુવાદ માટે પડકારરૂપ એવી પોણા પાચસો પાનાંની આ જીવનકથા તેના સંશોધન અને વ્યાપથી અચંબામાં મૂકી દે છે.

ચીંથરે વીંટ્યા રતન રામાનુજન (1887-1920)ની વાત ભારતમાં હવે જાણીતી છે. તામિલનાડુના એરોડના રુઢિચુસ્ત બ્રાહ્મણવાદી માહોલમાં ગરીબ ઘરમાં જન્મીને કુંભકોણમમાં ભણેલાં રામાનુજન લોકોનાં કૌતુક, શિક્ષણવ્યવસ્થાની જડતા અને બેરોજગારીની વચ્ચે અસાધારણ બુદ્ધિથી ગણિતનો અભ્યાસ કરતા રહ્યા. ભારતના શાસક ઇંગ્લેન્ડના પ્રભાવશાળી ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી (1877-1947)ની પરખ અને તેમની અસાધારણ સહાયથી કેમ્બ્રિજમાં પાંચ વર્ષ સંશોધન કરીને માનસન્માન પામ્યા. હવામાન,ખોરાક, એકલતા અને અલગ માહોલની મુશ્કેલીઓની વચ્ચે તબિયતના ભોગે ગણિત કરતાં ક્ષયરોગનો ભોગ બન્યા. ભારતમાં પાછા આવ્યા, કથળેલી તબિયતે પોંખાયા અને બરાબર એક વર્ષ પછી છવ્વીસ એપ્રિલે અવસાન પામ્યા. મહેનતુ, ધાર્મિક અને સાદાસીધા પ્રતિભાવંત રામાનુજને ગણિતમાં કરેલાં કામ આજે પણ અભ્યાસીઓને નિતનવા સૂચિતાર્થો આપે છે. મૉક થિટા વિધેયો કૅન્સર,કમ્પ્યુટર, પોલાઇમર કેમિસ્ટ્રી જેવાં ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થયાં છે એમ લેખક નોંધે છે.

અનુવાદકો લખે છે: ‘કાનિજેલની કથા રામાનુજનના ગણિતજ્ઞ તરીકેના ઉદભવની ઘટનાને સર્વગ્રાહી નજરે જુએ છે. એ રામાનુજનના જીવન તથા મૃત્યુને તત્કાલીન શિક્ષણવ્યવસ્થાની દૃષ્ટિએ જ નહીં પણ રામાનુજનના મનોવ્યાપારો,તેના સ્થળ,કાળ,મૂળભૂત સંસ્કારો અને વહેમો, તેના મિત્રોના પ્રતિભાવો,તેના કુટુંબના પ્રતિભાવો ,આર્થિક વિટંબણાઓ,તેની વારંવારની નિષ્ફળતાઓ ,તેના ભવિષ્ય પર અસર કરનારી વિશ્વભરની ઘટનાઓ એ સહુના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.’

આ વિધાનની યથાર્થતા ચરિત્રમાં સર્વત્ર જોવા મળે છે. રામાનુજનના કુળ,મૂળ,પરિવાર, ઉછેર, પલાયનો, ગણિતઉદ્યમ, ઉપેક્ષા, મદદ, ઉડ્ડયનો, વિદેશવાસ,વ્યાધિ જેવા અપેક્ષિત પાસાં તો કાનિજેલ ભરપૂર વિગતો સાથે આપે છે. પણ તેમનો પટ એટલો બધો વિસ્તૃત છે કે નાયકના જીવન સાથે સંકળાયેલાં કાવેરીનાં મેદાનો, કુંભકોણમ,મદ્રાસ, કેમ્બ્રિજ જેવાં સ્થળોનાં ઇતિહાસ,ભૂગોળ, વર્તમાન,અર્થતંત્ર, સમાજવ્યવસ્થા વિશે પણ તે વિસ્તારથી લખે છે. તદુપરાંત ભારતમાં અંગ્રેજી શાસનની સનદી સેવાઓ, રામાનુજનની પ્રતિભા તરફનો વિદ્વાનોનો દૃષ્ટિકોણ,રામાનુજનની નોટબુક્સ, કેમ્બ્રિજમાં ગણિત માટેની અત્યંત દુષ્કર ટ્રાઇપોઝ પરીક્ષા, રામાનુજનની માંદગી વિશેનાં વર્ણનો છે. શાળાનાં વર્ષોમાં રામાનુજનની પ્રતિભાને મોટો ધક્કો આપનાર ગણિતના એક પુસ્તક, ઇંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન કેમ્બ્રિજની બેહાલી, ક્ષયરોગ વિશે દુનિયાભરનાં મંતવ્યો અને સંશોધનો જેવી બાબતોમાંથી દરેક પર પાનાં ભરીને લખાણો અનેક માહિતીપ્રદ વિષયાંતરોના થોડાક દાખલા છે. દક્ષિણના મંદિરોનું સ્થાપત્ય અને મૂર્તીવિધાન,ત્યાંની પાકી ધાર્મિકતા અને વર્ણવ્યવસ્થા, રામાનુજનની ખાવાની અને બેસવાઊઠવાની ઢબ, ગણિતની બાબતમાં તેનાં આપઓળખ અને આત્મવિશ્વાસ, કેમ્બ્રિજમાં સ્ત્રીઓનું સ્થાન, ભારતીય સમાજ અને રામાનુજનના ઘરમાં સાસુવહુના તણાવ, જેવી સંખ્યાબંધ સૂક્ષ્મતાઓમાં લેખક ઊતરે છે. તેમણે નાયકના જીવન સાથે સાવ પરોક્ષ રીતે સંકળાયેલ લગભગ બધી સામગ્રી વાંચી છે એટલું જ નહીં સ્થળો અને વ્યક્તિઓની મુલાકાત પણ લીધી છે. અનેક રસપ્રદ વ્યક્તિચિત્રો પણ છે. પુસ્તકમાં બે નકશા અને ત્રીસ તસ્વીરો છે. ‘રામાનુજનના ગણિતનો આસ્વાદ લીધા વગર તેના જીવનને મૂલવી શકીએ ખરા ?’ એમ પૂછીને લેખક પુસ્તકમાં અનેક ઠેકાણે આંકડા, ગણતરીઓ અને સમીકરણો મૂકે છે.પુસ્તકનાં છેલ્લાં ચાર પ્રકરણો રામાનુજનના મૃત્યુ બાદ તેમની દેશ અને દુનિયામાં થયેલી કદરબૂજ વિશેનાં છે.

છેલ્લાં બાર પાનાં સહિત પુસ્તકનો લગભગ ત્રીજો ભાગ હાર્ડીની કથા પણ આપે છે.વળી બે ગણિતીઓ વચ્ચે લાગણી , બુદ્ધિ અને વિષયના સ્તર પરના અત્યંત સંકુલ સંબંધો પણ પુસ્તક આલેખે છે. રામનુજનના ધર્મ અને ઇશ્વર માટેના લગાવનું, એક પ્રકરણ ઉપરાંત અન્યત્ર પણ વિશ્લેષણ કરવાનું લેખક ચૂકતા નથી. તેમણે ઠીક તટસ્થતાથી આપેલી વિગતો પરથી પણ એવું તારણ કાઢી શકાય કે ઇંગ્લેન્ડની આબોહવામાં બિલકુલ માફક ન આવે તેવો દક્ષિણ ભારતીય ખોરાક અને કડક મરજાદીપણાથી જાળવી રાખવામાં રહેલી ધાર્મિક પકડે રામાનુજનના સ્વાસ્થ્યને ભીંસમાં લીધું. જોકે રામાનુજન પરમ શ્રદ્ધાથી કહેતા : ‘જો કોઈ સમીકરણ ભગવાનનો વિચાર વ્યક્ત ન કરતું હોય તો મારે માટે એ નિરર્થક છે.’

બંને અનુવાદકો ગણિતના પૂર્વ અધ્યાપકો છે. ગુજરાત ગણિત મંડળની પ્રવૃત્તિઓ,‘સુગણિતમ’ સામયિક અને પુસ્તકો થકી તેમણે ગણિત સંશોધન અને પ્રસારમાં મહત્વનો ફાળો આપ્યો છે. સાહિત્યિક ભાષા અને સંદર્ભો સાથેના અંગ્રેજીમાં લખાયેલાં જંગમ પુસ્તકનો અનુવાદ ધોરણસરની ગુણવત્તા ધરાવે છે. પારિભાષાના ઉપયોગમાં પ્રમાણભાન જળવાયું છે..તેમની દોઢ વર્ષની મહેનતથી મળેલો આ મહત્વનો ગ્રંથ ગુજરાતી વાચકો સુધી પહોંચે તે માટે પ્રકાશક નૅશનલ બુક ટ્રસ્ટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવા જોઈએ. સંજય શ્રીપાદ ભાવેThe Man Who Knew Infinity A Life of The Genius Ramanujan (Gujarati Translation) By Robert Kanigel

બંને અનુવાદકો ગણિતના પૂર્વ અધ્યાપકો છે. ગુજરાત ગણિત મંડળની પ્રવૃત્તિઓ,‘સુગણિતમ’ સામયિક અને પુસ્તકો થકી તેમણે ગણિત સંશોધન અને પ્રસારમાં મહત્વનો ફાળો આપ્યો છે. સાહિત્યિક ભાષા અને સંદર્ભો સાથેના અંગ્રેજીમાં લખાયેલાં જંગમ પુસ્તકનો અનુવાદ ધોરણસરની ગુણવત્તા ધરાવે છે. પારિભાષાના ઉપયોગમાં પ્રમાણભાન જળવાયું છે..તેમની દોઢ વર્ષની મહેનતથી મળેલો આ મહત્વનો ગ્રંથ ગુજરાતી વાચકો સુધી પહોંચે તે માટે પ્રકાશક નૅશનલ બુક ટ્રસ્ટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવા જોઈએ. સંજય શ્રીપાદ ભાવેSorry We Are Just Friends (Hindi) By Prageet Chourasiya

सॉरी ! वी आर जस्ट फ्रेण्ड्स - प्रगीत चौरसिया

दोस्ती से शुरू होने वाले प्यार का सामना एक बार इन शब्दों से जरूर होता है | 'सॉरी ! वी आर जस्ट फ्रेण्ड्स' अगर आपका प्यार भी दोस्ती से शुरू हुआ तो आपका सामना भी इन शब्दों से ज़रूर हुआ होगा | यह कहानी आज के हर युवा की प्रेम कहानी है | जो दोस्ती से पनपे प्यार तक ही नहीं ठहरती बल्कि उसके आगे के सच को भी उजागर करती है | प्यार की कुछ दास्ताँ अधूरी होकर भी अमर हो जाती है | ऐसी ही एक दास्तां है प्रतीक और इश्मीत के प्यार की,जो सदियों तक ज़िंदा रहेगी |Mahabharatni Amarkathao (Gujarati) By Jyotikumar Vaishnav

મહાભારતની અમરકથાઓ - જ્યોતિકુમાર વૈષ્ણવ

વાસ્તવમાં ભલે કૌરવો સામે પાંડવો રણમેદાનમાં ઊભા હોય,યુદ્ધ તો શ્રીકૃષ્ણ અને અધર્મી-પાપાચારી કૌરવો વચ્ચેનું જ હતું.આજના વિષમ સમયમાં મહાભારતનાં શ્રીકૃષ્ણે ઉચ્ચારેલી મહા વાણીરાણી ગીતા અંધકારમાં દીવાદાંડી બની શકે છે.આમ,મહાભારત એ માનવજીવનના સારાં-નરસાં તત્વો વચ્ચેનું આંતરયુદ્ધ છે.Aapnu Bandharan (Bandharan ane Kaydano Parichay) By Subhasha Kashyap

Our Constitution (Gujarati)

આપણું બંધારણ - ભારતના બંધારણ અને બંધારણીય કાયદાનો પરિચય

સુભાષ સી. કશ્યપ

અનુવાદ: બિપીનચંદ્ર એમ.શુક્લ

બંધારણ વિશે ગુજરાતીમાં અને એ પણ સાદી-સમજાય એવી રસાળ ભાષામાં વાંચવું હોય તો નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયાએ પ્રગટ કરેલું અઢીસો પાનાંનું નાનકડું પુસ્તક ‘આપણું બંધારણ’ વાંચી જવું જોઈએ. સુભાષ સી. કશ્યપના અંગ્રેજી પુસ્તકનો બિપીનચંદ્ર એમ. શુકલે કરેલો ગુજરાતી અનુવાદ કાયદાકીય બાબતોને કૉમનમૅન સમજી શકે એવો છે. ભારતના બંધારણ અને બંધારણીય કાયદાનો પરિચય આપતું એક ઉપયોગી પુસ્તક.Himalaya ane Ek Tapaswi (Gujarati Translation of A Hermit In The Himalayas) By Paul Brunton

હિમાલય અને એક તપસ્વી - પૉલ બ્રન્ટન

આત્મિક સૌંદર્યનું અલૌકિક દર્શન...

'હિમાલય અને એક તપસ્વી' એ પુસ્તક પ્રવાસવર્ણન અને ગહન આધ્યાત્મિક અનુભવનો સહજસુંદર સુયોગ છે.આ પ્રવાસમાં જેમ-જેમ આપણે લેખક સાથે હિમાલયની પર્વતહારમાળામાંથી તિબેટમાંના કૈલાસ પર્વત તરફ જઈએ છીએ,તેમ-તેમ લેખક આપણને બીજા એક વિલક્ષણ અને કાલાતીત આંતરિક પ્રવાસનો માર્ગ દેખાડે છે.આ માર્ગ જ ભૌતિક આયુષ્યના ચઢાવ-ઉતાર પાર કરવાનું સામર્થ્ય આપણને આપે છે.Suvarna Mudrao (Gujarati Translation of Gold Nuggets) By Osho

સુવર્ણ મુદ્રાઓ - ઓશો

બૌધ્ધિકતાની સાથે નિર્દોષતા હોવી એ અત્યંત સુંદર સંભાવના છે.પરંતુ બૌધ્ધિકતા જો નિર્દોષતાનો છેદ ઉડાડતી હોય,તો પછી ત્યાં લુચ્ચાઈ સિવાય બીજું કાંઈ રહેતું નથી;પછી એને બૌધ્ધિકતા ન કહી શકાય.

જે ક્ષણે નિર્દોષતા લુપ્ત થાય છે,તે જ ક્ષણે બૌધ્ધિકતાના પ્રાણનો નાશ થાય છે,અને ખાલી ખોખું રહી જાય છે.પછી સાધારણ રીતે એને હોંશિયારી નામ આપી દેવું વધુ સારું.એ તમને મહાન પંડિત બનાવશે,પરંતુ તમારું જીવન પરિવર્તન નહીં કરી શકે અને એ તમને રહસ્યમય અસ્તિત્વના દ્વાર ખોલવા માટેના અધિકારી પણ નહીં બનાવી શકે.બુદ્ધિશાળી વ્યક્તિ પણ શિશુ જેવો નિર્દોષ હોવો જોઈએ.Tag cloud

Sign in