Books For You

Grow outward, Grow inward

Practical Tax Planning And Ready Reckoner (Year 2016-2017/2017-2018) By Mukesh Patel

આકારણી વર્ષ 2016-17/2017-18


પ્રેક્ટીકલ ટેક્ષ પ્લાનિંગ એન્ડ રેડી રેકનર


મુકેશ એમ.પટેલ

જીગર એમ.પટેલ


1. *વિવિધ પ્રકારના કરદાતાઓ માટે આવકવેરા આયોજન

2. *આયોજનપૂર્ણ રોકાણો દ્વારા કરવેરા આયોજન,સંપતિવેરા તથા બક્ષિસોનું આયોજન,વિવિધ પ્રકારની આવકો સંબધી કરવેરા આયોજન:પગાર,મકાન મિલકતની આવક,ધંધા વ્યવસાયનો નફો, મૂડી નફો,ખેતીની આવક,કપાતો, કરમુક્તિઓ ·

3. *આવકવેરા કાર્યવાહી સંબધી વ્યવહારિક માર્ગદર્શન

4. *બક્ષિશ સ્વીકારવા સંબંધી માર્ગદર્શન

5. *વસિયતનામાં સંબંધી માર્ગદર્શન

6. *સોના-ચાંદીના બજાર ભાવ

7. *દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યુટીના દરો

8. *આપનું આવકવેરા કેલેન્ડર

9. *આવકવેરા રીટર્નનું e-Fliling

10. *રીફંડ / ડીમાન્ડ સ્ટેટ્સની જાણકારી

11. *આવકવેરાના કર-માળખામાં મહત્વના સુધારાBhadrambhadra (Paperback) By Ramanbhai Neelkanth

ભદ્રંભદ્ર - રમણભાઈ નીલકંઠ


ગુજરાતી વિવેચકોની સમીક્ષાને સ્પર્શતા વિસ્તૃત સંપાદકીય અભ્યાસલેખ સાથે
ભદ્રંભદ્ર હાસ્યકથા છે.હાસ્યના પ્રમુખ પ્રકારો ચાર: નર્મ,મર્મ,કટાક્ષ અને ઠટ્ઠાચિત્રો,ભદ્રંભદ્ર માં નર્મ,મર્મ,કટાક્ષ અને ઠટ્ઠાચિત્ર - એમ હાસ્યના ચારેય મુખ્ય પ્રકારોનો સફળતાપૂર્વકનો વિનિયોગ થયેલો જોવા મળે છે.આખી રચનાનો સુર કટાક્ષનો છે.ચુસ્ત સનાતનીઓની ઠેકડી ઉડાડી,એમના ઉપર કટાક્ષ કરી એ પ્રત્યે પ્રજામાનસમાં સાવધતા પ્રેરવાનો રચનાનો આશય છે.Purana Purusha Yogiraj Shri Shama Churn Lahiree (Sampurna Jivani) By Ashoke Kumar Chatterjee

पुराण पुरुष योगीराज श्री श्यामाचरण लाहिड़ी (संपूर्ण जीवनी) - अशोक कुमार चेटर्जी


योगीराज श्री श्यामाचरण लाहिड़ी महाशय क्रियायोग के मूल स्त्रोत है। ये वही योगसाधना है जो अनादि कालसे सनातन भारत के मुनि-ऋषि गण करते आए है। इसी योग को आगे बढ़ाने के लिए,कलियुग के अंत में,भगवान श्यामाचरण एक गृहस्थी के रूप में आविर्भूत हुए। इसीलिए उनको गृहस्थी का भगवान कहा जाता है। पुराण पुरुष यह पुस्तक योगीराजजींके २६ डायरीयोंका आध्यात्मिक संकलन है।Abhay (Bhoot Pret Pisach ane Pretatmaona Satyanu Rahasya) By Suresh Sompura

અભય (ભૂત-પ્રેત-પિશાચ અને પ્રેતાત્માઓના સત્યનું રહસ્ય) - સુરેશ સોમપુરા


હરેક મનુષ્ય આજે ભયથી પીડાય છે કોઈને ભૂતનો,કોઈને ભગવાનનો,કોઈને શેતાનનો,કોઈને પોતાના કર્મનો અને ધર્મનો ભય છે.સહુ મનુષ્ય અજ્ઞાનથી પીડાય છે અને ભ્રામક જ્ઞાન માનવીને પાશમાં બાંધી પશુ બનાવે છે.ભયભીત માનવી ધર્મના શરણે ભાગે છે અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે.બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી.ભયપ્રેરિત પ્રીત-શિસ્ત-સંયમ-નિયમ-ધર્મનો કશો અર્થ નથી.શુદ્ધ સ્નેહમયતા પ્રાપ્ત કરવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે.Adarsh General Knowledge (Latest Edition 2016) By Dr.Madhubhai Kothari

આદર્શ જનરલ નોલેજ - મધુભાઈ કોઠારી


◉ ગુજરાતગાથા
◉ ભારતગાથા
◉ વિશ્વદર્પણ
◉ વિશ્વનું વિજ્ઞાનજગત
◉ વિશ્વનું સાહિત્યજગત
◉ વિશ્વકક્ષાએ રમતજગતChitrapriya (Gujarati Translation of Chittirppavi) By Akilon

ચિત્રપ્રિયા - અકિલન


આ નવલકથાના કથાવર્તુળનું કેન્દ્ર એક યુવાન કલાકાર છે,પરંતુ સાંપ્રત સમાજ સાથે સંઘર્ષ અનુભવતા એ કલાકારની કથા માનવમાત્રના મનની ભાવ-વ્યથા બની જાય છે.ચિદમ્બરમ,નાનકડા ગામમાંથી શહેરમાં આવીને પુરુષાર્થ દ્વારા સમૃદ્ધ બને છે,તેઓ તેમના એકના એક પુત્રને મોટો ઈજનેર બનાવવાના મનોરથો સેવતા હતા,પરંતુ પુત્ર અણ્ણામલૈ મેટ્રિકની પરીક્ષા બે વાર આપવા છતાં પાસ થતો નથી.આ ઘટનાએ મચાવેલ-ચગાવેલ આંધીથી આ કથાનો પ્રારંભ થાય છે,અને કથાના અંત સુધી કેવળ વંટોળ,ઝંઝા અને સંઘર્ષ જ ઉદભવતા રહે છે.આ તંતુંમાંથી ફંટાતી-લંબાતી આ કથામાં કલા અને ભૌતિક જીવન વચ્ચેનું સંઘર્ષણ આરંભાય છે.Bharelo Agni (Navalkatha) By Ramanlal Desai

ભારેલો અગ્નિ (નવલકથા)

રમણલાલ વસંતલાલ દેસાઈ

પોતાના યુગનો ધબકાર ઝીલનારા રમણલાલ વસંતલાલ દેસાઈની લોકચાહના વિશાળ જનસમૂહમાં જોવા મળતી. એમણે લખેલી 'ભારેલો અગ્નિ' નવલકથામાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા આલેખાયેલી હતી અને તેમાં પણ રૃદ્રદત્તના પાત્ર દ્વારા એ સમયની ગાંધી પ્રેરિત અહિંસા અને શસ્ત્રત્યાગની ભાવનાઓ પ્રગટ થઈ હતી.


એમની નવલકથાઓમાં સત્યાગ્રહ, અસ્પૃશ્યતા નિવારણ, અહિંસા, દેશપ્રેમ આદિ ગાંધીવાદી વિચારો, ભાવનાઓ અને આદર્શોના આલેખને પ્રજાજીવનમાં એક નવી જાગૃતિ જગાવી હતી. 'દિવ્યચક્ષુ', 'પૂર્ણિમા' અને 'ગ્રામલક્ષ્મી' (ભાગ ૧ થી ૪) જેવી નવલકથાઓમાં સમકાલીન સમાજજીવનને સમાંતર એવાં પાત્રો અને પ્રસંગો આલેખ્યા હતા.


આ યુગમૂર્તિ વાર્તાકારે પોતાના સમયનાં વલણો સમજવાનો પ્રયત્ન કર્યો. ગુપ્ત રાજકીય મંડળોના અભ્યાસના પરિણામે એમણે એમની લોકપ્રિય બનેલી પ્રથમ નવલકથા 'ઠગ' લખી શક્યા. એમણે ગ્રામુન્નતિ નામના નિબંધો લખ્યા હતા, તેમાંથી 'ગ્રામ લક્ષ્મી' નવલકથાનું સર્જન કર્યું.

એવી જ રીતે ગણિકા જીવનના અભ્યાસમાંથી 'પૂર્ણિમા' નવલકથા મળી અને ગુનેગાર માનસના અભ્યાસમાંથી 'હૃદયવિભૂતિ'નું સર્જન થયું.


નોંધપાત્ર બાબત એ છે કે રમણલાલ દેસાઈની ઉત્તમ નવલકથા ગણાયેલી 'ભારેલો અગ્નિ'નું સર્જનવીર સાવરકરે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખેલા પુસ્તકને પરિણામે થયું. આ પ્રસંગ એમને ખૂબ આકર્ષી ગયો અને એમાંથી 'ભારેલો અગ્નિ' નવલકથાનું સર્જન થયું.


એ જ રીતે હિંદના પ્રાચીન ઇતિહાસમાંથી 'ક્ષિતિજ' નવલકથા લખી. આર્ય સંસ્કૃતિના વિશાળ ઈતિહાસનો અભ્યાસ કરતાં એમ લાગ્યું કે અનેક સંઘર્ષો અને ઘર્ષણો વચ્ચે વિદ્યુત પ્રકાશ આખી સંસ્કૃતિને સળંગ અને સજીવન રાખી રહ્યો છે અને એ વિચારનો ઝોક એમના ઐતિહાસિક નવલસર્જનોમાં મળે છે.Koi Karta Koi (Laghukatha) By Navin Modi

કોઈ કરતાં કોઈ - નવીન મોદી

'કોઈ કરતાં કોઈ' મુખ્યત્વે લઘુકથાઓનો સંગ્રહ છે અને માણસ જેવો છે તેવો આ લઘુકથામાં ઝિલાયો છે.માણસ એની તમામ નબળાઈઓ અને વિલક્ષણતાઓ સાથે પ્રગટ થયો છે.લેખકે માણસની ભીતર ઝાંખવાનો પ્રબળ પ્રયાસ કર્યો છે અને પ્રત્યેક કથામાં માણસ કોઈ ને કોઈ પોતાની નબળાઈ અને વિલક્ષણતા સાથે બહાર આવ્યો છે.Tag cloud

Sign in