Books For You

Grow outward, Grow inward
"હું મઝામાં છું" જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું

રયુહો ઓકાવા (મહાન જાપાની ગુરૂ ) -Ryuho Okawa

"I'M FINE" SPIRIT Now in Gujarati

અનુવાદ: ડો.હંસાબેન મો.પટેલ

પ્રસ્તુત પુસ્તકમાં જીવન સાફલ્યની સામગ્રી આપેલી છે. વિશ્વમાં વસતા બધાજ માણસો એનો ઉપયોગ કરી શકે તેમ છે સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક, જીવનને સુખને રસ્તે કેમ દોરી જવું એની સૂચનાઓ પૂરી પાડે છે.આ આધુનિક બાઈબલ, આધુનિક સુત્રો, જીવન વિશેનો અભ્યાસ અને જીવનને ઉધર્વ માર્ગે લઇ જવા માટે, ધાર્મિક અને જાતિગત મર્યાદાઓમાંથી ઉપર લઇ જાય છે.

નીતિશાસ્ત્રના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની પૂર્તિ રૂપે આ પુસ્તકનો ઉપયોગ કરવાથી મને ખાત્રી છે કે વિદ્યાર્થીઓના ચારિત્ર્યને સુધારવા માટે તથા શૈક્ષણિક વિકાસ કરવામાં તેમને મદદરૂપ થશે.કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને કેળવણી આપવાના કાર્યક્રમમાં પણ ઉપયોગ થઇ શકે: અને કંપનીઓની સુધારણા કરવામાં એની નોંધપાત્ર અસર પડશે. ચાલો આપણે સૌ હકારાત્મક બની એવા માનવી બનવા પ્રયત્ન કરીએ, જે બધો સમય સ્મિત કરતા રહે, અને જયારે તેઓ કહે કે " હું કુશળ છું " ત્યારે ખરેખર સાર્થક હોય . આ પુસ્તક "આઈ એમ ફાઈન" સ્પિરિટ એ કોફી બ્રેક અને ટી ટાઇમ શીર્ષકવાળા પુસ્તકોમાંનું એક છે.

આજ સર્જકનું અન્ય પુસ્તક : મન જે માને ન હારઆકર્ષણનો સિધ્ધાંત

માઈકલ જે. લોસિઅર

રજૂઆત : રાજીવ ભલાણી

વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ‘ Law of Attraction’ નો અધિકૃત અનુવાદ

તમારે જે જોઈએ તેને આકર્ષવાનું વિજ્ઞાન

તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ.

તમને કદાચ ખ્યાલ નહી હોય, પરંતુ એક જબરજસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે.એ છે આકર્ષણનો સિધ્ધાંત અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકોને,કામને સંજોગોને અને સબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જો કે આમાંનું ઘણું સારું ન પણ હોઈ શકે ! જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તક વાંચવાનો આ શ્રેષ્ઠ સમય છે.

આ પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેથી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દુર કરી શકો અને એવી વસ્તુ આકર્ષી શકો જે તમને સુખ.શક્તિ અને સમૃદ્ધિ આપે .

જુઓ, નીચેની બાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે.!

  • તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે
  • તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સંપતિ વધારવા માટે
  • તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે
  • તમારા વ્યવસાય અને ગ્રાહકો વાદહ્રવા માટે
  • તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે

‘કેટલાક પુસ્તકો તમારી જિંદગીબદલી નાખે તેવાં હોય છે. આકર્ષણનો સિધ્ધાંત એમાંનું એક પુસ્તક છે. જયારે તમે સમજશો કે આકર્ષણનો સિધ્ધાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો,પ્રેરણા,ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઇ ચુક્યો છે ત્યારે તમે બધાને આ પુસ્તક વિષે કહેતા ફરશો.’ - કેરોલ એડ્રીનો

Law of Attraction [Gujarati Translation]વાહ દોસ્ત વાહ


શાહબુદ્દીન રાઠોડ

Shahbuddin Rathod

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી

જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે.તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે.તેમણે પ્રત્યેક માણસમાં ઈશ્વરને જોયો છે.માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.

હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : સંપતિ મેળવવામાં સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે,પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપતિનો ભોગ આપવો પડે છે.બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.

આ પુસ્તક દરેક વાચકને,શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાંધી આપી,જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -અન્ય પુસ્તકો

  • અમે મહેફિલ જમાવી છે.
  • સબસે ઊંચી પ્રેમસગાઇ
  • વાહ દોસ્ત વાહ


માનસદર્શન

મોરારીબાપુ

સંકલન : જગદીશ ત્રિવેદી

જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં માનસદર્શન કોલમ હેઠળ મોરારિબાપુના અમૃત વચનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમની આ કોલમ અતિશય લોકપ્રીય બની છે.મોરારિબાપુના પ્રવચનો તથા લખાણો ઉપરથી સંકલિત કરેલ પુસ્તક ‘માનસ દર્શન’ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીના દ્રષ્ટિવંત સંપાદનનું પરિણામ છે.

કથા દરમ્યાન પ્રગટ થયેલા શ્રી મોરારીબાપના છુટાછવાયા પ્રસંગચિત્રો અને વિચારસ્ફુલિન્ગોનું સુગ્રથિતપણે રજુ કરવાનું કામ માનીએ એટલું સરળ ન ગણાય . આ પુસ્તકમાંથી થોડાક એવા વિધાનો અહીં પ્રસ્તુત છે, જેમાં લોકશિક્ષક બાપુની પ્રસ્સનગંભીરપદા સરસ્વતી પ્રગટ થતી જણાય છે .

  • માનવીના જીવનના મુલ્યો એના ઓશિકા નીચે જ પડ્યા છે,જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફા મારે છે, પરંતુ ખુદના તકિયાને તપાસતો નથી . (પાન નં.૪૫)
  • સત્સંગની કુખેથી વિવેકનો જન્મ થશે. જે પરિવારનો મોભી વિવેકી હશે તે પરિવાર સો ટકા પ્રસન્ન હશે .(પાન નં ૭૩)


Tag cloud

Sign in