Books For You

Grow outward, Grow inward

T.A.શીખો જિંદગી જીતો
ડો. જીતેન્દ્ર અઢિયા * રાજીવ ભલાણી

Transactional Analysis હવે ગુજરાતીમાં

જિંદગીની શતરંજમાં , પાસા એવા પાડો, જીતો બાજી તમે , છતાં એને પણ જીતાડો.

              જિંદગી એક મહાનાટય છે. એમાં પણ એન્ટ્રી , મધ્ય ભાગ અને એક્ઝિટ હોય છે. એ નાટકમાં આપણી પટકથાનું મોટા ભાગનું લખાણ આપણા જન્મ પછીના પહેલા  પાંચ વર્ષમાં જ લખાઈ ચુક્યું હોય છે. બાકીનો અઢાર વર્ષની ઉમર થતા સુધીમાં આપણે જાતે જ જાણ્યે અજાણ્યે લખી નાખ્યે છે. અને પછી આપણે એ પટકથાને જીવવાનું શરૂ કરીએ છીએ .- એને સંપૂર્ણ વફાદાર રહીને જ . જેવી પટકથા , એવું જ જીવન . આપણી સફળતા-નિષ્ફળતા -હાર-જીત એ બધું જ આપણી પટકથા મુજબનું હોય છે.

          આપણી પટકથા એ જ આપણાં વ્યક્તિત્વનું રહસ્ય છે. જો જિંદગી જીતવી હોય, જિંદગીમાં બદલાવ જોઈતો હોય તો પટકથા બદલવી પડે. તમે એ કામ કરી શકો તેમ છો. પણ પડકાર એ છે કે આ પટકથા અદ્રશ્ય હોય છે. T.A.ની મદદથી આપણે આપણી આ પટકથા જાણી શકીએ છીએ અને એને બદલી પણ શકીએ છીએ .જિંદગીને એ લોકો જ જીતી શકે છે કે જેની પટકથા એક વિજેતાની હોય.


  

रात गवाह है

किशवर देसाई

Hindi Edition of 'WITNESS THE NIGHT'

 

तेरह लोगों की हत्या, एकमात्र आरोपी, एक दिल छू लेने वाली कहानी.

एक चौदह साल की लड़की दुर्गा के
जीवन का सजीव चित्रण है 'रात
गवाह है' l  दुर्गा पुनजब के एक बड़े से
घर में एकदम अकेली पाई गई I
खामोश, डरी हुई और परिवार के तेरह
सदस्यों के सामूहिक हत्याकांड की
एकमात्र संदिग्ध आरोपी I हर कोई
मानता है की सामूहिक हत्याकांड को
अंजाम तक दुर्गा ने ही पहुचायां ,
लेकिन सिमरन को इस पर विश्वास
नहीं I सिमरन, जो शराब की लत में
डूबी और लगातार सिगरेट फूंकने
वाली दिल्ली की समाजसेविका है,
जिसका मानना है की दुर्गा संदिघ्ध से
ज्यादा पीड़ित है I  सिमरन रहस्य से
पर्दा उठाने की कोशिश करती है की
सामूहिक हत्याकांड की उस रात को
वाकई क्या हुआ था ?

किशवर देसाई प्रिंट और ब्राडकास्ट मीडिया में कई पर्दों पर कम कर चुकी है I  वह भारत में एक प्रमुख टीवी चैनल की मुखिया भी रह चुकी है I
उनकी पहली किताब, 'डार्लिंगजी : नर्गिस और सुनील दत्त की सच्ची कहानी' है I દ્રૌપદી
કાજલ ઓઝા - વૈધ

સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા....
ભારતીય સાહિત્યનુ સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત....

સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.

પહેલ પાડેલાં હીરાની જેમ પાસાદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત 'યાજ્ઞસેની ' હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીના ઋજુ સંવેદનો હમેશા એની અંદર જીવ્યા હશે, ક્યારેક સળવળ્યા હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે.

પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઉતરવું જ પડે છે.

એક સ્ત્રીના લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસ નહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ ,સંવેદનશીલ નારીની આ કથા છે.મહાનતાના માર્ગદર્શક

રોબીન શર્મા
' The Greatness Guide' Now in Gujarati

અનુવાદ : ડો.હંસાબહેન મો. પટેલ

મહાનતાના માર્ગદર્શક  એ અત્યંત શક્તિશાળી અને બહુ જ વ્યહારું પુસ્તક છે, જે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં તમને વિશ્વકક્ષાએ પહોંચવા પ્રેરિત કરે છે.

આ પૃથ્વી પરના ટોચના સફળ ગુરુમાંના એક અને જેમના વિચારોને સેલિબ્રિટી સીઈઓ, અગ્રણી વેપાર સાહસિકો, રોક સ્ટાર્સ અને રોયલ્ટી તેમજ ઘણી બધી ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓએ પણ વધાવી લીધા છે તેવા રોબીન શર્મા દ્વારા લિખિત મહાનતાના માર્ગદર્શક સિદ્ધ નમૂનો છે. જે તમને તમારી ઉચ્ચ સંભાવનાઓ સુધી પહોચવામાં અને અસાધારણ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. તો ખોજ કરો:

 • અદભુત સફળ લોકોના અંગત વ્યવહારો

 • તમારી સંસ્થાને મહાનતા સુધી પહોંચાડવાના સમર્થ વિચારો

 • વિઘ્નોને તકોમાં ફેરવવાની ચોક્કસ વ્યૂહરચનાઓ

 • શ્રેષ્ઠતમ દેખાવ માટે ક્રાંતિકારી તરકીબો

 • અસલ ખુશી સાથે અસલ સંપતિને કઈ રીતે આકર્ષી શકાય

 • ઉત્કૃષ્ટ આરોગ્ય અને "ઊર્જા વિસ્ફોટ"કઈ રીતે ઉપજાવવા તેની પર અસાધારણ વિચારો

 • કામ અને જીવન વચ્ચે સંતુલન માટે સાધનો અને વધુ મોજ માનવાની રીતો

About The Author :

રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.એક ઘડી, આધી ઘડી.....


સંપાદન : રમેશ સંઘવી


ગુજરાતી ભાવકોએ શગમોતીડે વધાવેલ પુસ્તકશ્રેણી - 'શાંત તોમર છંદ' નો ત્રીજો મણકો


બહાર-વટું નહીં પણ અંદર-વટું


આપણાં ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન-તત્વજ્ઞાન, કળા-સાહિત્ય એ સઘળું આખ્ર્રે તો વ્યક્તિના, સમાજના, વિશ્વના આરોહણના પગલાં છે.ઋગ્વેદસંહિતામાં એક નાની પ્રાર્થના છે : प्राणेनय - અમને આગળ લઇ જાઓ . આંતરકોષને સમૃદ્ધ -પ્રબુદ્ધ કરવો અને વહેતા રહેવું તે જીવનનો સ્વભાવ છે. બંધનો છેદી- ભેદી પ્રાણને વહેવું છે.એટલે સંતોએ સમજાવ્યું કે કેવળ બહાર-વટું નહીં પણ અંદર-વટુંકરો ! અને આ આપણાં સહુની અંદરની માગ છે.


ઉત્તમ સાહિત્ય અંદરની આ તલપને જાગૃત કરે, સાથસધિયારો આપે, પરિતોષ આપે. ઉત્તમ વિચારો જયારે વ્યક્તિના વ્યવહાર-વર્તનમાં ઓગળેપીગળે  ત્યારે મહાભારતના ઉદ્યોગપર્વમાં કહેવાયું તેમ તે વ્યક્તિ પછી સોનું પકવે છે. જીવતરની વાટમાં ભૂલો તો થાય. મારગ ચલતા જો  ગિરૈ, તાકો લગે  ન દોસ. મારગ ઉપર ચાલવું એ જ મહત્વનું છે. અન્યથા કહેવું પડે ; જ્ઞાન બહુત હૈ, કુછ આચરણ ભી હોના થા !

અહીં પ્રસ્તુત સાહિત્ય મૂળે નિજાનંદની વાચનયાત્રામાંથી અને જાત સાથે વાત કરવામાંથી આવ્યું છે. આખરે વસ્તુ જ્યાં ખોવાઈ હોઈ ત્યાં જ શોધવી પડે. આ શોધમાં નિબિડ ધન અંધારે ધ્રુવતારાની જેમ મારગ ચીંધે તેવું જે એકત્ર થતું રહ્યું તેમાંથી કિંચિત અહીં પ્રસ્તુત છે. 'શાંત તોમાર છંદ ' અને અમીઝરણાં' અનેક પરિવારોમાં માનીતા - પોતીકાં થયા તેનો આ અનુગામી સંપાદનસંગ્રહ છે.એક ઘડી, આધી ઘડી......

સંપાદન : રમેશ સંઘવી

ગુજરાતી ભાવકોએ શગમોતીડે વધાવેલ પુસ્તકશ્રેણી - ' શાંત તોમાર છંદ' નો ત્રીજો મણકો

બહાર - વટું  નહીં પણ અંદર - વટું
આપણાં ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન-તત્વજ્ઞાન, કળા-સાહિત્ય એ સઘળું આખરે તો વ્યક્તિના, સમાજના, વિશ્વના આરોહણના પગલાં છે. ઋગ્વેદસંહિતામાં એક નાની પ્રાર્થના છે: प्राणेनय  - અમને આગળ લઇ જાઓ. આંતરકોષને સમૃદ્ધ - પ્રબુદ્ધ કરવો અને વહેતા રહેવું તે જીવનનો સ્વભાવ છે. બંધનો છેદી-ભેદી પ્રાણને વહેવું છે.
એટલે સંતોએ સમજાવ્યું કે કેવળ બહાર-વટું  નહીં પણ અંદર-વટું કરો ! અને આ આપણાં સહુની અંદરની જ માગ છે.


આયુર્વેદીય ગર્ભસંસ્કાર - ડો.શ્રી બાલાજી તાંબે

'Ayurvediya Garbhsanskar'By Dr.Shree Balaji Tambe ( Gujarati Translation )

લગ્ન થયા પછી થોડા જ સમયમાં વિચાર આવે છે કે હવે પારણું ક્યારે બંધાશે ? ગર્ભધારણમાં ભલે સમય લાગે, પણ પૂર્વતૈયારી કર્યા વિના ગર્ભધારણની અપેક્ષા રાખવી નહી !
ગર્ભધારણની તૈયારી કેવી રીતે કરવી ? અનુભવસિદ્ધ માર્ગદર્શન ક્યાંથી મેળવવું ? ગર્ભ પર કયારે, કેવી રીતે અને કેવા સંસ્કાર કરવા ? બાળકના જન્મ પછી કેવા સંસ્કાર કરવા આ બધી બાબતનું સચોટ અને સમૃદ્ધ માર્ગદર્શન પ્રસ્તુત છે- ડો.શ્રી બાલાજી તાંબેના શબ્દોમાં......

આયુર્વેદની ચાર દશકાની સાધના પછી ડો. શ્રી તાંબે એવા મત પર આવ્યા છે કે માનવના જીવનમાં આવી પડતી આધી, વ્યાધી અને ઉપાધી પાછળ એની જીવનશૈલી જેટલી હદે કારણભૂત છે એટલી હદે જ કદાચ એ ગર્ભમાં હતો ત્યારની એની એના માં - બાપની શારીરિક અને માનસિક પ્રકૃતિ જવાબદાર હોય શકે.

ગર્ભસંસ્કાર એ ભારતીય સંસ્કૃતિમાં છુપાયેલું એક મીઠું રહસ્ય છે. આ જ્ઞાન જેટલા કુટુંબ, જેટલા તરુણ-તરુણીઓ સમજી લેશે એટલી ભાવી પેઢી વિચારવંત, સુસંસ્કૃત અને સુદ્રઢ થશે. ' આયુર્વેદીય ગર્ભસંસ્કાર' એ ગ્રંથ ફક્ત વૈચારિક ચિંતનની ઊપજ નથી. પણ તેને અનુભવસિદ્ધતાનું મોટું પીઠબળ છે.

આ પુસ્તકમાં સ્ત્રી- પુરુષના, માતા-પિતાના, એમના સગાનાં, કુટુંબના, ગર્ભના, ગર્ભના વિકાસના અને પ્રસુતિ પછી બાળઉછેરના એવા અનેક પાસાના એટલા ઊંડા વિચાર માર્ગદર્શન રૂપે આપવામાં આવ્યા છે કે વાંચનાર કોઈપણ ચકિત થઇ જાય.

પૂર્વ તૈયારી ગર્ભધારણની .......

ભાવી પેઢીના બુદ્ધિમાન અને આરોગ્યસંપન્નના નિર્માણ માટે ગર્ભસંસ્કાર આવશ્યક છે. એની સાથે જ ગર્ભધારણનો નિર્ણય કરતા પહેલાં એ માટેની યોગ્ય વય કઈ છે, પતિ-પત્નીએ ગર્ભધારણની માનસિક તૈયારી કેવી રીતે કરવી, બીજ્શુદ્ધિ કઈ રીતે કરવી જેવા અનેક આનુંષગિક વિષયની જાણકારી રાખવાનું આવશ્યક છે.
 • માતાની જીવનશૈલી, પોતાનો પ્રારબ્ધ, માતા-પિતાના ગુણદોષ અને ગર્ભાવસ્થા દરમ્યાનના ઉપચારના એકત્રિત પરિણામથી બાળકનો જન્મ થાય છે.
 • ધ્વનિના માધ્યમથી આદર્શ ગર્ભસંસ્કાર પ્રભાવીપણે થઇ શકે છે.
 • હોશિયાર, નિરોગી અને સંસ્કારસંપન્ન બાળક મેળવવા માટે માં-બાપે થોડો સમય ફાળવવો પડે છે.
 • ગર્ભસંસ્કાર સ્ત્રી દ્વારા ગર્ભ સુધી પહોંચે છે અને એમાં પતિનો મોટો સહભાગ હોય છે.
 • બુદ્ધિમાન, સંપન્ન અને પ્રગતિશીલ પેઢીનું નિર્માણ કરવા માટે 'ગર્ભસંસ્કાર' જ એક માત્ર પર્યાય છે!
અનુક્રમણિકા
 • ગર્ભધારણની પૂર્વતૈયારી.......
 • સારસંભાળ ગર્ભવતીની......
 • સારસંભાળ ગર્ભની.....
 • સારસંભાળ પ્રસુતાની...
 • ઉછેર શિશુનો......
ડો.શ્રી બાલાજી તાંબે વિશે..
આયુર્વેદનું મહત્વ સમજીને અને એનો ઉંડો અભ્યાસ કરીને માનવજાતના કલ્યાણ માટે ઔષધિય વનસ્પતિ અને વિશિષ્ટ ઉપચાર પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મુકનારા ગણતરીના નિષ્ણાતોમાં ડો. શ્રી બાલાજી તાંબેનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. આહાર હોય કે યોગ, આધ્યાત્મ હોય કે સંગીત, એ આયુર્વેદના અવિભાજ્ય અંગ કેવી રીતે છે એ ડો. શ્રી બાલાજી તાંબેની રસાળ શૈલીમાં સાંભળવું કે વાંચવું એ પણ અહોભાગ્ય છે.Indomitable Spirit (Hindi Translation)

"किस रूप में याद रखे जाने की आपकी आकांक्षा है? आपको अपने को विकसित करना होगा और जीवन को एक आकार देना होगा। अपनी आकांक्षा को, अपने सपने को, एक पृष्ठ पर शब्दबद्ध कीजिए। यह मानव इतिहास का एक बहुत महत्वपूर्ण पृष्ठ ग्यान-विग्यान का हो, परिवर्तन का, या खोज का हो, या फिर अन्याय के विरूद्ध संघर्ष का।" ये शब्द हैं भारत के राष्ट्रपति ए॰ पी॰ जे॰ अब्दुल कलाम के, अदम्य साहस से उद्ध्रत, सीधे दिल की गहराई से निकले सादा शब्द, गहन चिंतन की छाप छोड़ते और बुनियादी मुद्दों के बारे में उनके गहरे विचारों की झलक देते। लगभग जादुई असर वाले ये शब्द प्रेरणा जगाते हैं, और एक ऎसे विकसित देश का सपना संजोते हैं जो 'सारे जहाँ से अच्छा' है। मानवीय, राष्ट्रीय और वैश्विक सरोकारों से जुड़े, चिरयुवा स्वभाव वाले, डॉ॰ कलाम के ये शब्द कर्मपथ पर आगे बढ़ने की प्रेरणा जगाते हैं और ऊर्जा देते हैं।Tag cloud

Sign in