કોલંબસ અને વાસ્કો દ ગામા ભારતમાં કેમ ન પાક્યા?
લેખક : સ્વામી સચ્ચિદાનંદ

 

જે પ્રજા આત્મસંતોષી બની જાય અને આધ્યાત્મિક ઉન્નતિને જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવે તે નબળી બની જાય છે અને પ્રગતિ તથા આત્મરક્ષણ કરી શકતી નથી. જે પ્રજા પુરુષાર્થ કરીને જીવન સમૃદ્ધ બનાવવામાં માને છે, સાહસપ્રિય છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે તે પ્રગતિ કરે છે અને વિશ્વ પર રાજ કરે છે. આવું, ઐતિહાસિક તથ્યો અને ઐતિહાસિક પાત્રોનાં ઉદાહરણો દ્વારા લેખક પ્રસ્થાપિત કરે છે.