Yogic Wealth (Gujarati Translation) by Gaurav Mashruwala

યોગિક વેલ્થ

લેખક : ગૌરવ મશરૂવાળા

સમયની સાથે લોકોની આવક વધી છે અને પૈસા ખર્ચવાના વિકલ્પો પણ વધ્યા છે. સાથે, જીવનમાં તણાવ, લગ્નજીવન અને પરિવારોમાં વિખવાદ અને લાગણીના સ્તરે સંઘર્ષ પણ વધ્યા છે. સ્ટ્રેસ અને હાઇપર ટેન્શન જેવી બીમારીઓ તેનું જ પરિણામ છે. આર્થિક સદ્ધરતા વધી હોવા છતાં તેને લીધે મળવો જોઈતો આનંદ ગાયબ છે અથવા માત્ર ક્ષણજીવી હોય છે.

આપણાં શાસ્ત્રોમાં સંપત્તિના સર્જન અને આનંદ વિશે વિદ્વત્તાપૂર્ણ વાતો સંગ્રહાયેલી છે. આ પુસ્તકમાં તે જ્ઞાનને અત્યંત સરળ અને રસાળ શૈલીમાં આજના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. રસપ્રદ કહાણી-કિસ્સાઓ ધરાવતા લેખોનો આ સંગ્રહ કોઈ પણ ક્રમમાં વાંચી શકાય છે. પુસ્તકને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે: (૧) પૈસો અને લાગણીઓ (૨) પૈસા સંબંધિત લાગણીઓને કારણે જન્મેલી સમસ્યાઓ (૩) આપણાં શાસ્ત્રો સંપત્તિ વિશે શું કહે છે?

લેખક પોતે જાણીતા ફાઈનાન્શિયલ પ્લાનર છે અને આર્થિક બાબતોના નિષ્ણાત છે.