Shri Kabirjinu Chintan By Swami Sachchidanand

શ્રી કબીરજીનું ચિંતન

સ્વામી સચ્ચિદાનંદ

કબીરની બીજી વાણી જે છે તે સરળ, સહજ અને સુભાષિતના રૂપમાં પ્રગટ થઇ છે, જે લગભગ ઘરઘરમાં બોલાય છે અને સાંપ્રદાયિક સીમાડા તોડીને વિશ્વવ્યાપી બની છે. જેમાંથી આજે પણ જીવનની સાચી પ્રેરણા લઇ શકાય છે તેવા થોડા દોહરા પ્રાપ્ત કરીને લેખકશ્રીએ તેના અર્થો કરીને તેના ઉપર તેમનું ચિંતન રજુ કર્યું છે, આમાં દોહરા તો મહત્વના છે જ, પણ તેની સાથોસાથ તેમનું ચિંતન પણ ઉપયોગી થાય તેવું છે.