Awaken The Giant Within (Gujarati Translation) By Anthony Robbins

 

અવેક્ન ધ જાયન્ટ વિધિન (તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો

 

એન્થની રોબિન્સ

 

દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની!

 

દુનિયાના નંબર વન Life Coach મનાતા એન્થની રોબિન્સનું આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર "Awaken the Giant Within" તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિના ખજાનાને તમારી સામે ખુલ્લો મૂકી દેશે!

 

વિશ્વનું # 1 બેસ્ટસેલર પુસ્તક જેની 10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અવેકન THE GIANT વિધિન પુસ્તકના અમુક અંશ

* આ પુસ્તક તમારા જીવનમાં એકાદો ફેરફાર લાવીને અટકી જશે, તેમ માનવાની ભૂલ કરશો નહીં. આ તો એવી જડીબુટ્ટી છે, જેના યોગ્ય ઉપયોગથી તમે તમારા જીવનમાં અસાધારણ પ્રગતિ કરી શકશો. એકવાર તમે આ પુસ્તકની વાતોને સારી રીતે સમજી લો, તો જીવનના દરેક તબક્કે તે તમારી મુશ્કેલીઓનો ઉકેલ સૂચવતું રહેશે.

* જો તમે તમારી અપેક્ષા મુજબનું, ચોક્કસ મૂલ્યોવાળું જીવન જીવવા માટેની દૃઢતા બતાવશો નહીં, તો તમારી મનપસંદ જિંદગી મેળવવાના બદલે અંધારામાં ગોથાં જ ખાધાં કરશો.

* જ્યારે જીવનની સમસ્યા આપણને પડકાર ફેંકે, ત્યારે આપણે તેને શું વળતો જવાબ આપીએ છીએ, તેના આધારે આપણું ભવિષ્ય ઘડાય છે.