Shri Hanuman Chalisa (Saral Samjuti Sathe) by Swami Sachchidanand

શ્રી હનુમાનચાલીસા - સ્વામી સચ્ચિદાનંદ

આજે હું 85મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. પરમેશ્વરે મને લગભગ પુરા વિશ્વની યાત્રા કરાવી છે. હું પ્રથમથી જ શ્રદ્વાળુ છું પણ અંધશ્રદ્વાળુ નથી. શ્રદ્વાના અનેક અનુભવો મેં કર્યા છે. અનુભવો વિના શ્રદ્વા લાંબો સમય ટકતી નથી હોતી અને મારે સ્વીકારવું જોઈએ કે હનુમાનચાલીસાનો ચમત્કારી અનુભવ મેં પણ કર્યો છે. કોઈ ચેલેન્જ કરે તો મારે કશું સાબિત નથી કરવું. સૌ-સૌને ગમે તે માને અને કરે. પણ જે શ્રદ્વાળુ હોય તેને લાભ પહોચે તે માટે મને આ પુસ્તિકા લખવાની પ્રેરણા થઇ છે. શ્રદ્વાળુ લોકોને અનુભવ કરવો હોય તો કરી જુએ. કશો આગ્રહ નથી. મેં જે ધન્યતા અનુભવી છે તે બીજા પણ અનુભવે તો સારું.