મહેસૂલી  તલાટી પરીક્ષા (રેવન્યુ તલાટી, વર્ગ -3)
 
ભરતી સમિતિ, મહેસૂલ વિભાગ, ગાંધીનગર આયોજિત
 
પુસ્તકની વિશિષ્ટતાઓ :-
1.     ગુજરાત તથા ભારત : એક નજરે
2.     અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો
3.     સાંપ્રત પ્રવાહો
4.     સામાન્ય જ્ઞાન ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય
5.     અંકગણિત
6.     સામાન્ય બૌદ્ધિક કસોટી
7.     અંગ્રેજી ભાષા
8.     પદ અને પદાધિકારીઓ
 
મહેસૂલી તલાટી કે રેવન્યુ તલાટી એ ગુજરાત સરકારનાં ગ્રામીણ ભાગોમાં વહિવટી સ્થાન છે.  ૨૦૧૧ એપ્રિલ ગુજરાત સરકારે નવી કેડર રેવન્યુ તલાટી નામે બનાવી છે. મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રી હવે બંને અલગ અલગ સ્થાન છે. તલાટી-કમ-મંત્રી હવે પંચાયત મંત્રી તરીકે ઓળખાશે. પંચાયત મંત્રી પંચાયત હેઠળ છે અને મહેસૂલ તલાટી મહેસૂલ વિભાગ હેઠળ છે. રેવન્યુ તલાટી મામલતદાર કચેરીના કર્મચારી છે, જેની નિમણુંક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. મેહસૂલ વિભાગ, ગુજરાતના નવા જોબ ચાર્ટ મુજબ, હાલ મહેસૂલી તલાટીઓ પાસેથી કારકૂન તરીકેની કામગીરી લેવામાં આવે છે. રેવન્યુ તલાટી ગામમાં જમીનને લગતાં કામો સંભાળે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી રેવન્યુ તલાટી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ૨૧૨૬ તલાટી મંત્રીની ભરતી કરવાની છે.