જીવવું એટલે ચાહવું એટલે શીખવું
 
સંજીવ શાહ
 
પુસ્તક પ્રેરણા : લીઓ  બસ્કેગિલઆ
 
[પ્રેમ વિશે મનનીય લખાણોના પુસ્તક ‘જીવવું એટલે ચાહવું એટલે શીખવું !’]
 
આપણે જે રીતે જીવન જીવતાં શીખીએ છીએ તે જ આપણો પ્રેમ છે, અને આમ શીખતાં શીખતાં જે પ્રેમનું સર્જન કરીએ છીએ તે જ આપણું જીવન છે  .
 
" પ્રેમ એટલે શું તે શબ્દોમાં સમજાવી ન શકાય  ........."
" પ્રેમ શીખવાની કે શીખવવાની બાબત નથી  ........"
"પ્રેમ કેવળ લાગણી છે અને આપણા નિયંત્રણમાં નથી  ...."
 
પ્રેમ એટલે શું ? પ્રેમ શું છે? પ્રેમ શું નથી ?
 
શું ખુદને પ્રેમ કરવો સારી બાબત છે કે માત્ર સ્વાર્થીપણું ?
 
સાચો પ્રેમ શું કરે અને શું ન કરે ?
 
પ્રેમ શાનાથી મહોરે અને શાનાથી મૂરઝાય ?
 
પ્રેમને લઈને સમસ્યાઓ અને કટોકટીઓ કેમ સર્જાય છે ?
 
પ્રેમ અને ચારિત્ર્ય-ઘડતર વચ્ચે શું સંબંધ છે ?
 
શું પ્રેમને જીવનમાંથી અને શીખવાથી અલગ કરી શકાય ?
 
.....આવા આવા પ્રશ્નો પર ચિંતન અને મનન પૂરું પાડતું આ પુસ્તક પ્રેમ વિશે રસ ધરાવનાર સૌનું ઘનિષ્ઠ મિત્ર બની રહેશે  .
 
પ્રેમની ફિલસુફી, કળા અને મનોવિજ્ઞાન તરફ અગુંલીનિર્દેશ કરતું પુસ્તક