Ek Bharat Shreshtha Bharat

નરેન્દ્ર મોદી એક વ્યક્તિત્વ જ નહીં, બલ્કે વિકાસના પર્યાય છે. સૌને સાથે લઈને તેમજ બધાને એકતાના સૂત્રમાં પરોવીને સમગ્ર વિકાસ એમનું લક્ષ્ય છે. તેઓ ગરીબીના અર્થ પણ સમજે છે અને દર્દ પણ. ગરીબીને માત્ર મનની અવસ્થા બતાવવાવાળાઓની વિચારધારા પ્રત્યે ચિંતિત નજરે પડે છે, તો બીજી તરફ એક એવા સુશાસન માટે કટિબદ્ધ છે, જેમાં દરેક થાળી માટે રોટલી હોય. આ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક યુવકને રોજગાર મળે, ખેડૂતોને એમની મહેનતની સાથે ઓળખી શકાય. તેઓ એક એવા સુરાજના સપનાને સાકાર કરવા માટે વચનબદ્ધ છે એેમાં રક્ષા, સુરક્ષા, સુખ-સમૃદ્ધિ, શિક્ષા-સંસ્કૃતિ તેમજ સભ્યતા પુષ્પિત તેમજ પલ્લવિત થાય.

કુલ મિલાવીને એક સ્વસ્થ ભારતની પરિકલ્પનાને પોતાના હૃદયમાં સંજોવીને તેઓ રામ-રાજ્યની સ્થાપનાની તરફ વધતા પ્રતીત થાય છે. ક્યાંક તેઓ લોકતંત્રના સાચ્ચા મૂલ્યોને સ્થાપિત કરવા પ્રતિ ચેષ્ટાબદ્ધ પ્રતીત થાય છે, તો ક્યાંક વૈજ્ઞાનિક, ઔદ્યોગિક તેમજ ટેકનીકી પ્રગતિની બાબતમાં ભારતને કોઈ પણ વિકસિત રાષ્ટ્રના બરાબર જોવા ઇચ્છે છે. પોતાના પારંપરિક વારસાને સન્માન આપતા તેઓ જે ભારતના સપના જુએ છે, એમાં પારસ્પરિક ભેદભાવના સ્થાન પર સદ્‌ભાવના, સૌહાર્દ તેમજ સ્નેહના દર્શન કરવા ઇચ્છે છે. આવો, વાંચીએ આ પુસ્તક અને આવા વિકાસ પુરુષના સંકલ્પને મૂર્ત રૂપમાં બદલવામાં સહયોગ આપીએ.