પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - ડો.જોસેફ મર્ફી
 
' The Power of Your Subconscious Mind ' નો ગુજરાતી અનુવાદ
 
તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓને ઓળખો
 
સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણાં મગજની ૧૦% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી,છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણાં મગજની બાકીની ૯૦% શક્તિઓને જાણી લઈએતો શું શું ન કરી શકીએ ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો,ઉષ્માભર્યા સબંધો કેવી રીતે વિકસાવવા,ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી તે આ પુસ્તકના ઉપયોગ દ્વારા પ્રેરણા મેળવી શકાય છે.
પાવર ઓફ યોર સબકોન્શસ માઇન્ડ’ જોસેફ મર્ફીનું જાણીતું પુસ્તક છે. જેમાં અચતેન (સબકોન્શસ) મનની શક્તિનું વિશ્લેષણ કરાયું છે. લેખક પૂર્વના ધર્મગ્રંથોના અભ્યાસી છે અને ભારતમાં પણ રહી ચૂક્યા છે. અચેતન મગજ કે ચિત્ત કઇ રીતે કામ કરે છે તે મનોવિજ્ઞાનમાં સંશોધનનો વિષય છે. આપણી વર્તણૂંક પર તેની શી અસર થાય છે તે વિશે લેખકના વિચારો જોઇએ.