જળ મધ્યે સ્થળ-દુનિયામાંના વિવિધ દ્વીપ વિષે - પ્રીતિ સેનગુપ્તા

પ્રવાસના પ્રેમમાં પાડતું પુસ્તક

આપણી આ દુનિયામાં ટાપુઓની પણ પોતાની અલગ દુનિયા છે. દુનિયાના વિવિધ ભાગોમાં આવેલા માત્ર ટાપુઓના પ્રવાસ વર્ણનનું આ એકમાત્ર અને અનોખું પુસ્તક છે. હિન્દી મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, કેરેબિયન મહાસાગર અને પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલા ટાપુઓનો માહિતીસભર અને મનોરંજક ખજાનો તેમજ જુદા જુદા ટાપુઓમાં વિવિધ લોક સંસ્કૃતિ, જુદા જુદા દેશોની લાઇફસ્ટાઇલ, ઉપરાંત ત્યાંનો સાહિત્યિક, ઔધોગિક અને કલાવારસાનો ત્રિવેણી સંગમ માનવો હોય તો 'જળ મધ્યે સ્થળ' પ્રવાસપુસ્તક તમારે વાંચવું જ પડે!