Books For You

Grow outward, Grow inward

હૈયું - મસ્તક - હાથ

ભદ્રાયુ વછરાજાની

સ્વનીસબતની સંવાદયાત્રા

આપણાં મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીનું એક મુક્તક ખુબજ જાણીતું છે:

'ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું - મસ્તક - હાથ

બહુ દઈ દીધું નાથ, જાં, ચોથું નથી માંગવું. '

ભદ્રાયુ વછરાજાનીનું આ પુસ્તક ઉપરોક્ત મુક્તકનું જાણે કે સદ્રષ્ટાંત વિવરણ કરીને, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વાચકને, સાબદો ને સાવધાન કરે છે.

૧૦૫ બોધકથાઓનું આ પુસ્તક કથાઓનો આસ્વાદ- આનંદ તો આપે જ છે પણ એની સાથે સાથે એમાં Education, Management, Training તથા Values ની વાતો પણ રોચક શૈલીમાં ગુંથી લેવામાં આવી છે. આ વાત જરા મોટેથી કરવાની જરૂર છે.

હૈયું: લાગણીઓ અને સંવેદનાનું જતન કરે છે.

મસ્તક: તર્કબુદ્ધિ દ્વારા જ્ઞાન - વિજ્ઞાનની સમાજ આપે છે.

હાથ : પરિશ્રમ ઉપરાંત કુશળ વહીવટ, આયોજનની સિદ્ધિ સંપડાવે છે.

હૈયું - મસ્તક - હાથ' એક બેઠકે વાંચી જવાનું પુસ્તક નથી, આ તો બે સાથીઓને કે બે સહકાર્યકરોએ કે બે અપરિચિત વ્યક્તિઓએ સાથે બેસીને વાગોળવાની પ્રયોગપોથી છે. આ પુસ્તકમાં ૧૦૫ નાની નાની કહાનીઓ જ નથી.... જીવન જીવવાની દિશાઓ ખોલી આપતી ૧૦૫ ચરિત્રકથાઓ છે. રોજ એક કહાની અને તે કહાની પરથી આત્મખોજ ! 'હૈયું - મસ્તક - હાથ ' Human Resource Management and Training માટે ૧૦૫ મોડ્યુલ્સ આપતી Practice Book છે. આ પુસ્તક, હૈયામાં સુઝે તેટલા ઉપયોગો, મસ્તકમાં આવે તેટલા વિચારો અને હાથને જચે તેટલી પ્રવૃતિઓનો સંદર્ભગ્રંથ છે. આ પુસ્તક નથી, જીવનનિચોડનો અર્ક છે, અમલ થયા પછીની સાર્થકતાનો સાર છે !મહાકવિ કાલિદાસ વિરચિત
મેઘદૂત   - (૨ ઓડિયો સી.ડી.સાથે )
પરિકલ્પના અને સંપાદન: રજનીકુમાર પંડ્યા
નિર્માતા:હીરાલક્ષ્મી મેમોરીઅલ ફાઉન્ડેશન,મુંબઈ

(MEGHADOOT -The text of musical presentation of MEGHDOOT by Kavi KALIDAS)

પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો  એક પ્રયાસ

ગુજરાતીમાં સ્વ. કીલાભાઇ ઘનશ્યામે ૧૯૧૩ માં સમશ્લોકી  ગુજરાતી અનુવાદના વિવરણ સાથે સાંગીતિક સ્વરૂપનો સચિત્ર પાઠ.ચિકન સૂપ ફોર ધ સોલ : ભારતીય તરુણ આત્માઓ માટે - જેક કેન્ફીલ્ડ,માર્ક વિક્ટર હાન્સેન, રક્ષા ભરડીયા

' Chicken Soup for the Soul : Indian Teenagers' પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદ: મનસુખ કાકડિયા

ટીનએજના વરસોને ઊજવતી અને બોધ આપતી ૧૦૧ પ્રસંગકથાઓ

આત્મા માટે ચિકન સૂપની ગ્રંથશ્રેણીનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું ત્યારથી તે દરેક જગ્યાએ જિવાતા જીવનને સ્પર્શી ગયું છે. આ શ્રેણીએ લોકોને પ્રેરણા આપી છે, તેમનામાં આશા જન્માવી છે, તેમને વિઘ્નો પાર કરી જવામાં મદદ કરી છે. હવે, ચિકન સૂપ તમારી સમક્ષ પ્રસંગકથાઓના સંગ્રહની બીજી શ્રેણી રજૂ કરે છે જે વિશેષ કરીને ભારતીય વાચકો માટે જ લખાઈ છે.

' ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે' માં ૧૦૧ પ્રસંગકથાઓના લેખકો તેમના જીવનના પ્રેમ, મૈત્રી, હૃદયભંગ અને વિદ્રોહ જેવા કેટલાક અત્યંત અર્થપૂર્ણ અનુભવોને તમારી સાથે વહેંચી રહ્યા છે. હૃદયને હૂંફ આપતી, તમે જેટલા બની શકો તેમછો તેટલા ઉત્તમ બનવા વિશેની, પ્રતિકુળતાઓ વચ્ચે પણ આશાવાન રહેવાની અને તમે જે છો તે સાથે સુખી થવાની તારુણયની આ કથાઓ છે.Tag cloud

Sign in