Books For You

Grow outward, Grow inward

Chitshakti Vilas (Adhyatmik Atmakatha) by Swami Muktanand

 

'ચિતશક્તિ વિલાસ' એક મહાન વિલક્ષણ,સરસ અને શક્તિશાળી ગ્રંથ છે.બાબા મુક્તાનંદની આ પ્રિય આધ્યાત્મિક આત્મકથા અભૂતપૂર્વ છે.કારણ પહેલી જ વાર આધ્યાત્મિક સાહિત્યમાં મહાન સિદ્ધયોગીએ પોતાના અંતરંગ અનુભવોને એટલા સરળ અને સચોટ રૂપે આપણા સુધી પહોંચાડ્યા છે,કાંઈ પણ ગોપિત રાખ્યા વિના;કારણ આધ્યાત્મિક શિખર પર પહોંચેલાઓ પોતાની સાધનાની યાત્રાના રહસ્યોને હૃદયમાં જ ગોપિત રાખીને લઇ ગયા હતા.



Sukshmajiv Parichay (Gujarati) by Babubhai Avrani

 

સમગ્ર વિશ્વમાં ક્યારેય નહિ જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઇ રહ્યા છે.વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે.વિશ્વમાં રહેલા સૂક્ષ્મજીવોનો અદભુત પરિચય કરાવતું આ વિશિષ્ટ સચિત્ર પુસ્તક સરળ અને રુચિકર ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે.



Sharir Parichay (Gujarati) by Babubhai Avrani

 

સમગ્ર વિશ્વમાં ક્યારેય નહિ જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઇ રહ્યા છે.વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે.તેથી આપણા શરીરની અદભુત રચનાનો પરિચય કરાવતું આ વિશિષ્ટ સચિત્ર પુસ્તક સરળ અને રુચિકર ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે.



Vishadyog (Shriwad Bhagvat Gitana Pratham Adhyayno Saransh) by Rajen Vakil


શ્રીમદ ભગવદગીતાના પ્રથમ અધ્યાયનું સાર-અંશ.

 

બ્રહ્માંડ રહસ્યમય છે.તેની રહસ્યમયતા મનુષ્યની બુદ્ધિની પાર છે છતાં પણ તે રહસ્યમય સત્તાએ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ તરીકે માનવપિંડને બનાવ્યો.આ માનવપિંડની અંદર બ્રહ્માંડની સર્વ ગતિવિધિ કઈ રીતે કાર્યરત રહી છે તેના રહસ્યો શ્રીવ્યાસમુનિએ મહાભારતમાં મૂક્યાં છે.આ રહસ્યો ઉઘાડવાની ચાવી શ્રીકૃષ્ણના મુખે શ્રીમદભગવદગીતામાં મૂકી છે.



Corporate Dressing ane Safal Vyaktitva by Cyrus Gonda

 

આ પુસ્તકમાં કોર્પોરેટ ડ્રેસિંગ અને બિઝનેસ એટીકેટ સંબંધિત દરેક પાંસા પાર શ્રેષ્ઠ માર્ગદર્શન તેમજ ભારતીય અને પાશ્ચાત્ય કોર્પોરેટ એમ બંને ડ્રેસિંગ માટે સ્ટાઇલના રહસ્યો પ્રસ્તુત છે.ફોર્મલ ફેશન,પાવર ડ્રેસિંગથી લઈને વાળનો રંગ કેવો જોઈએ તેના પાર ઉત્તમ ટિપ્સ પુસ્તકમાં શામિલ છે.



Smaran Panchamno Melo by Ramesh Parekh

કાગળની ઝાળઝાળ સુક્કી વેળામાં
તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું



Mumbai To Mumbai Chhe

શરીરશક્તિ તો કદાચ ડાકુ પાસે પણ હોય છે,સહનશક્તિ તો કદાચ બળદ પાસે પણ હોય છે,સમજશક્તિ તો કદાચ નાસ્તિક પાસે પણ હોય છે,પણ સંવેદનશક્તિ તો કોમળ હૈયાના સ્વામી પાસે જ હોય છે.આ સંવેદનશક્તિના સ્વામી બની જવું છે?તો વાંચો મુંબઈ તો Mumbai છે.



Gujarati Vyakaran (Spardhatmak Pariksha Mate) by Prakashsinh Rana

આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના વ્યાકરણની ઉપયોગી સમજ આપવામાં આવી છે.આ પુસ્તકમાં ધોરણ-5 થી 12 સુધીના વિરુદ્ધાર્થી શબ્દો,સમાનાર્થી શબ્દો,સંધિ,સમાસ,શબ્દસમૂહ,રુઢિપ્રયોગો,કહેવતો,છંદ તથા અલંકારની વિશેષ સમજૂતી અપાઈ છે.



Tag cloud

Sign in