Vajrayan (Tibetna Rahasyavadni Katha) By Bhaandev

વજ્રયાન : તિબેટના રહસ્યવાદની કથા.

લેખક : ભાણદેવ

તિબેટનો ધર્મ વજ્રયાન અને તેના રહસ્યવાદ પર રચાયેલી વિશિષ્ટ આધ્યાત્મિક નવલકથા.
આ ગ્રંથ પ્રવાસકથા નથી, નવલકથા છે અને સુજ્ઞજનો આ ગ્રંથને નવલકથા પણ ન ગણે તો ? તો તમે જે ગણો તે કથા છે.
આ કથાનું બહિરંગ સ્વરૂપ - પ્રસંગો, પત્રો, સંવાદો આદિ સત્યઘટના નથી, પરંતુ આ પ્રસંગો,પત્રો, અને સંવાદો દ્વારા તેબેટના ધર્મ-વજ્ર્યાનની જે રહ્સ્યાવિધા વ્યક્ત થાય છે તેની સર્વ વિગતો સત્ય છે. આ નવલકથા દ્વારા જે આંતરતત્વ વ્યક્ત થાય છે તે હકીકત છે અને તે હકીકતની સચ્ચાઈ જાળવી રાખવા માટે મહેનતની કોઈ કસર મેં રાખી નથી.