Books For You

Grow outward, Grow inward

AAKHU AAKASH MARI AAKHO MA by VITTHAL PANDYA

આખું આકાશ મારી આંખોમાં

અભાવમાં ઉછરેલી વ્યક્તિ ક્યારેક સ્વમાની હોય તો ક્યારેક લઘુતાગ્રંથિથી પીડાતી હોય. આ નવલકથામાં આવતું ઉમેશનું પાત્ર નિતાંત અભાવગ્રસ્ત હોવા છતાં લઘુતાગ્રંથિથી પીડાવાને બદલે સ્વમાની બને છે. "સ્વમાન એ જ સાચી સંપત્તિ' એ સૂત્રને એણે સાર્થક કરવાનું નક્કી કરી લીધું હોય તેમ જિંદગીના પ્રત્યેક વળાંકે, એણે સંજોગો સામે ઝૂકી પડવાને બદલે, બમણા જોરથી પડકાર ફેંકી પોતાના જીવનમાર્ગને એ સરળ અને સફળ કરતો રહ્યો છે. પ્રસન્ન દામ્પત્ય જીવનમાં લાગણીઓના લયને તૂટતો કેવી રીતે બચાવવો અને એકબીજાંનાં ગુણદોષ જોવાની માનસિક બીમારીમાંથી મુક્ત થઈ, એકબીજાંનાં અસ્તિત્વનું અભન્નિ અંગ બની, સહિયારા જીવનની સુગંધને સુંદર કેવી રીતે બનાવવી, એ કળા તમે આ નવલકથામાં જોઈ શકશો! મધુરા દાંપત્યના સહિયારા શ્વાસનું સરનામું એટલે "આખું આકાશ મારી આંખોમાં'!



LAMBI SAFAR TUNKI JINDAGI by VITTHAL PANDYA

લાંબી સફર ટૂંકી જિન્દગી

"કોઈને ચાહવું એ જુદી વસ્તુ છે અને લગ્ન કરી સંસાર માંડવો એ જુદી બાબત છે!' - આવું કહી પોતાના પ્રિયતમ પારસને પ્રેમ અને લગ્નજીવનનું મહત્ત્વ સમજાવનાર વિદુલા, જિંદગીની કોઈ એક નબળી ક્ષણે લગ્ન પછીની બીજી જ રાતે પતિ નીતિનને ઊંઘતો મૂકી પારસ સાથે ભાગી જાય છે અને પછી પારસના તકવાદી અને તકલાદી પ્રેમનો પરપોટો ફૂટતાં વિદુલાને ખ્યાલ આવે છે કે પોતે છેતરાઈ ગઈ છે ત્યારે... જુદા જુદા પ્રસંગો અને જુદા જુદા પાત્રોના પાટા બદલતી વિદુલાની જિંદગી. વિદુલાને જીવનના એક એવા મુકામ પર પહોંચાડી દે છે જ્યાંથી નથી તો એ પાછી ફરી શકતી કે નથી તો એ આગળ વધી શકતી... ટૂંકી લાગતી જિંદગીની લાંબી થઈ પડેલી સફરની આ નાયિકા છેવટે કયા સંજોગોમાં નિકુલના જીવનમાં પ્રવેશી લાગણીનો લય જન્માવી દરિયામાં કૂદી પડે છે - તેનો રોમાંચક ચિતાર અને એટલો જ રોમાંચક ચિત્કા તમને આ નવલકથામાં સાંભળવા મળશે!



Tag cloud

Sign in