Books For You

Grow outward, Grow inward

કોલંબસ અને વાસ્કો દ ગામા ભારતમાં કેમ ન પાક્યા?
લેખક : સ્વામી સચ્ચિદાનંદ

 

જે પ્રજા આત્મસંતોષી બની જાય અને આધ્યાત્મિક ઉન્નતિને જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવે તે નબળી બની જાય છે અને પ્રગતિ તથા આત્મરક્ષણ કરી શકતી નથી. જે પ્રજા પુરુષાર્થ કરીને જીવન સમૃદ્ધ બનાવવામાં માને છે, સાહસપ્રિય છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે તે પ્રગતિ કરે છે અને વિશ્વ પર રાજ કરે છે. આવું, ઐતિહાસિક તથ્યો અને ઐતિહાસિક પાત્રોનાં ઉદાહરણો દ્વારા લેખક પ્રસ્થાપિત કરે છે.



Shri Kabirjinu Chintan By Swami Sachchidanand

શ્રી કબીરજીનું ચિંતન

સ્વામી સચ્ચિદાનંદ

કબીરની બીજી વાણી જે છે તે સરળ, સહજ અને સુભાષિતના રૂપમાં પ્રગટ થઇ છે, જે લગભગ ઘરઘરમાં બોલાય છે અને સાંપ્રદાયિક સીમાડા તોડીને વિશ્વવ્યાપી બની છે. જેમાંથી આજે પણ જીવનની સાચી પ્રેરણા લઇ શકાય છે તેવા થોડા દોહરા પ્રાપ્ત કરીને લેખકશ્રીએ તેના અર્થો કરીને તેના ઉપર તેમનું ચિંતન રજુ કર્યું છે, આમાં દોહરા તો મહત્વના છે જ, પણ તેની સાથોસાથ તેમનું ચિંતન પણ ઉપયોગી થાય તેવું છે.



Shri Hanuman Chalisa (Saral Samjuti Sathe) by Swami Sachchidanand

શ્રી હનુમાનચાલીસા - સ્વામી સચ્ચિદાનંદ

આજે હું 85મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. પરમેશ્વરે મને લગભગ પુરા વિશ્વની યાત્રા કરાવી છે. હું પ્રથમથી જ શ્રદ્વાળુ છું પણ અંધશ્રદ્વાળુ નથી. શ્રદ્વાના અનેક અનુભવો મેં કર્યા છે. અનુભવો વિના શ્રદ્વા લાંબો સમય ટકતી નથી હોતી અને મારે સ્વીકારવું જોઈએ કે હનુમાનચાલીસાનો ચમત્કારી અનુભવ મેં પણ કર્યો છે. કોઈ ચેલેન્જ કરે તો મારે કશું સાબિત નથી કરવું. સૌ-સૌને ગમે તે માને અને કરે. પણ જે શ્રદ્વાળુ હોય તેને લાભ પહોચે તે માટે મને આ પુસ્તિકા લખવાની પ્રેરણા થઇ છે. શ્રદ્વાળુ લોકોને અનુભવ કરવો હોય તો કરી જુએ. કશો આગ્રહ નથી. મેં જે ધન્યતા અનુભવી છે તે બીજા પણ અનુભવે તો સારું.



Humpy Velur ane Halebiduno Pravas By Swami Sachchidanand

હમ્પી, વેલુર અને હળેબીડૂ પ્રવાસ - સ્વામી સચ્ચિદાનંદ

"હું ઈચ્છું કે ગુજરાતના લોકો આવી યાત્રાઓ કરે અને બોધપાઠ ગ્રહણ કરે. મોટાભાગે ચાર ધામ વગેરે પ્રસિદ્ધ તીર્થોની યાત્રાઓ બહુ થતી હોય છે. 'લે દેવ ચોખા' જેવું કરીને, કશો બોધપાઠ લીધા વિના યાત્રા પૂરી થાય છે. તેના કરતા આવી જ્ઞાનવર્ધક યાત્રાઓ-ઓછામાં ઓછુ બૌદ્ધિક વર્ગ તો- કરતો થાય અને બોધપાઠ ગ્રહણ કરે તો ભવિષ્યના પતનને અટકાવી શકાય".



Vastupal Ane Tejpal By Swami Sachchidanand

વસ્તુપાળ અને તેજપાલ - સ્વામી સચ્ચિદાનંદ


હરિભદ્રસુરીજી વારંવાર કેહતા કેહતા શક્તિના ત્રણ કેન્દ્રો છે: બ્રાહ્મણ ,વાણીય,ક્ષત્રીઓ।આ તત્રણેની એકતા કરો.સ્રાવ્લો કરો.લાડવો નહિ.બાદબાકી ન કરો.વસ્યુંપાલે સંઘ કાઢ્યો તો તેમાં જૈનેતરોને પણ સ્સાથે લીધા અને દ્વારકા-સોમનાથનો પણ ઉમેરો કર્યો।પુસ્તકનો હેતુ માત્ર પ્રજાને બળવાન બનાવવાનો છે.



Tag cloud

Sign in