Books For You

Grow outward, Grow inward

Gazalsannidhi (A Collection of Articles In Gujarati) By S.S.Rahi

 

ગઝલસંનિધિ - એસ.એસ.રાહી

ગઝલ માત્ર શિક્ષણસાધ્ય કાવ્યકલા નથી પરંતુ આપસૂઝની,કોઠાસૂઝની કાવ્યકલા છે.ગઝલઅભ્યાસના પરિપાકરૂપ ગઝલના સ્વરૂપ અને વિકાસને લગતા કેટલાક લેખોની સાથે ગઝલકારો સાથેની મુલાકાતોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કર્યો છે.



Chhipla (A Collection of Gujarati Muktak and Rubai)

'છીપલાં' માંથી કેટલાક મુક્તકો (૧૯૧ શાયરોના ૧૦૦૦ થી વધુ મુક્તકો અને રૂબાઈઓનું પ્રતિનિધિ સંપાદન) - એસ. એસ. રાહી

સુર રાતે તો શું વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું.
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.
'મરીઝ'

હક છે પરન્તુ ક્યાંય પણ દાવો નહીં કરું,
તું આવ કે ન આવ, બળાપો નહીં કરું,
તારી છબી છે મારી મઢૂલીની રોશની,
કાફી છે તારી યાદ, હું દીવો નહીં કરું.
'અમર' પાલનપુરી

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે.
વર્ષો પછી ય બેસતા વર્ષે હે દોસ્તો,
બીજું તો ઠીક, એમની કંકોતરી તો છે.
અમૃત 'ઘાયલ'



Tag cloud

Sign in