Nari Ane Kranti by Osho

પુરુષની ભુદ્ધિ કરતા સ્ત્રીની હૃદય કીમતી છે. પુરુષો પાસે તર્ક કરવાની ક્ષમતા ચોક્કસ સ્ત્રીઓ કરતા થોડી વધુ છે.એ થોડો વધુ તર્ક કરી શકે છે. કારણ કે તેની પાસે ભાવનાની ક્ષમતા થોડી ઓછી છે.ભાવનાની ક્ષમતા સ્ત્રીઓ પાસે વધુ હોય છે.તે વધુ પ્રેમ કરી શકે છે. વધુ સવેદનશીલ થઇ શકે છે,વધુ અનુભૂતિપૂર્ણ થઇ શકે છે. પુરુષો વધુ તર્ક કરી શકે છે. વધુ ગણતરી કરી શકે છે. સ્ત્રીઓ એ સિદ્ધ કરવું પડશે કે બુદ્ધિ એટલી કીમતી નથી જેટલું હૃદય કીમતી છે. અને અતે તો મનુષ્ય હૃદયથી જીવે છે. બુદ્ધિ બહુબહુ તો જીવવાના ઉપાયો શોધી શકે છે, પરંતુ જીવવું હૃદયથી પડે છે। અને આજીવિકા અને જીવનમાં બહુ ફેર છે.દુકાન ચલાવવી એ જીવનનું સાધન શોધવું છે. હિસાબ લગાવવો એ જીવનનું સાધન શોધવું છે. મકાન બનાવવું એ જીવન નું સાધન શોધવું છે.પરંતુ આ સાધન છે સાધ્ય નથી. આ ' મીન્સ ', એડ નથી. અંતે તો એ મકાનની મકાનની અંદર રહેવાનું છે; એ દુકાનમાંથી જે કમાયા છીએ તેમાં જીવવું છે. અને ગણિતથી જે હિસાબ લગાવ્યો તે હિસાબ ની અંદર અપાર પ્રેમ કરવો છે. એની પુરુષની પાસે બહુ ઓછી ક્ષમતા છે.