Books For You

Grow outward, Grow inward

Darshakna Deshma by Manubhai Pancholi

દર્શકના દેશમાં - મનુભાઈ પંચોળી

નવલકથાકાર દર્શકની નવલકથાઓમાં ઇતિહાસનું વિષયવસ્તુ ઐતિહાસિક બોધ, માનવજીવનસઘર્ષ, યુદ્ધ,પ્રણય,આદર્શ,જીવનમૂલ્યો, જીવન અને મૃત્યુ તથા જગત વિશેનું ચિંતન, નાયક-નાયિકાની આત્મકલ્યાણ સાથે વિશ્વકલ્યાણની મથામણ જોવા મળે છે, દર્શકનો કથા લોક મનહર અને મનભર છે. તેઓ ધર્મ-અધર્મ સત-અસત સંગ્રામનું આલેખન અંતે સત્યનો જય દર્શાવે છે. કથાની વસ્તું સંકલનમાં શૌથીલય દેખાય છે.નવલકથાઓ ચરિત્રાત્મક અને ઘટનાત્મક છે. એમના પર ગાંધીજી,ટાગોર અને બૌધદર્શનો પ્રભાવ હતો. તેમની નવલકથાઓમાં ગાંધીજી,બુદ્ધ, સોક્રેટીસ હરતા ફરતા ને ચિંતન વેરતા દેખાય છે.



Zer To Pidha Chhe Jani Jani - Manubhai Pancholi Darshak

ગુજરાતીમાં મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિઓનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ માનવસંબંધોનું કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ દર્શન પણ તેમાંથી પ્રતીત થાય છે. આ કૃતિના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કથાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહીં પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધીવિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન કર્યું છે. આ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્ત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધાં છે. આ કોઈ સાધારણ લોકસેવદની ભક્તિનું પરિણામ નથી, પણ એક ગહન ચિંતકની વ્યાપક માનવઅનુકંપાની પરિણિત છે. મનુષ્યની સહાનુભૂતિની ક્ષિતિજો વિસ્તૃત બને એ કોઈ પણ ઉચ્ચ સાહિત્યકૃતિની ફલશ્રુતિ હોય છે. દર્શકની આ દિશાની સફળતા એમને ગુજરાતી ભાષાના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠતમ સર્જકોની હારમાં બેસાડે છે.



Tag cloud

Sign in