Rasraj Shringarna Aradhak Mahakavi Amaru By Harshdev Madhav

રસરાજ શૃંગારના આરાધક મહાકવિ અમ્રુ - હર્ષદેવ માધવ

મહાકવિ અમ્રુ સંસ્કૃતના ઉત્તમ કવિ છે એટલું જ નહિ શૃંગારનો અમૃત-અવિનાશી સ્વર છે.મહાન વિવેચક આનંદવર્ધને અમૃના એકેએક શ્લોકને પ્રબંધકાવ્ય બનવાની શક્યતાવાળો માન્યો છે.અમ્રુનો શૃંગાર ખજૂરાહો કે કોણાર્કના શિલ્પોનું કાવ્યરૂપ છે.