Books For You

Grow outward, Grow inward

Sex Mari Drashtie - Gunvant Shah



RAMAYAN MANAVTANU MAHAKAVYA - GUNVANT SHAH

રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે. સીતા માનવતાની વમલિ વેદના છે. લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે. ભરત માનવતાનો તપોનધિ છે. હનુમાન માનવતાનો પ્રાણમય કોશ છે. રાવણ માનવતા સામેનું આસુરી આહ્‍વાન છે. રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. જ્યાં સુધી પૃથ્વી પર માનવતા જીવતી રહેશે ત્યાં સુધી રામકથા વંચાતી-ગવાતી-ભજવાતી રહેશે. -- ગુણવંત શાહ



Mahamanav Mahavir - Gunvant Shah

હેન્ડ્ઝ અપ! આ પુસ્તક વાંચવા માટે જૈન હોવું ફરજિયાત નથી. મહાવીર સ્વામી કેવળ જૈનોના નહીં, સમગ્ર વિશ્વની પ્રજાના આરાધ્ય તીર્થંકર છે. એમને કોઈ કોમ કે પંથ સાથે જોડવા એ તો સૂર્યનાં કિરણોને ગાંસડીમાં ભરવા જેવી નાદાનિયત ગણાય. એક દેરાસર ઓછું બંધાય તો ચાલે, પરંતુ ભગવાન મહાવીરની વિચારધારા માંસાહારને રવાડે ચડેલી નવી પેઢી સુધી ન પહોંચે તે ન પાલવે. દેશમાં અને પરદેશમાં જૈન અને હિંદુ યુવાનોને ફેશનને નામે માંસાહાર કરતા જોઉં ત્યારે દેરાસરમાં બંદીવાન બનેલી કર્મકાંડી અહિંસાનું અરણ્યરૂદન મને સંભળાય છે. આ પુસ્તક થોડીક સહૃદયતા સાથે વાંચ્યા પછી પણ કોઈ વાચક માંસાહાર ઓછો કરવા માટે કે છોડવા માટે તૈયાર ન થાય, તો એ નિષ્ફળતાની સઘળી જવાબદારી મારી ગણાશે.--ગુણવંત શાહ



Man Na Meghdhanush - Gunvant Shah


શમણાંની ક્રાંતિ માણસ જેવો હોય તેવો શમણાંમાં પ્રગટ થાય છે. શમણાંમાં તે સત્યવાદી હરિશ્ચંદ્ર હોય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સ્વપ્નપુરુષની ઊંડી ચર્ચા થઈ છે. શમણાંના ઉપકારો અનંત છે. એના વિના માણસ પાગલ થઈ જાત. શમણાંની ક્રાંતિ એટલે ન છુપાવવા લાયક બાબતો છુપાવવી ન પડે એવા નિર્ભય સમાજના નિર્માણની શરૂઆત.--ગુણવંત શાહ



Tag cloud

Sign in