Books For You

Grow outward, Grow inward

Revolution 2020 - Chetan Bhagat

 એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો. એકને પૈસા કમાવવા હતા. બીજાને ક્રાંતિ શરૂ કરવી હતી. સમસ્યા એક હતી. બંને જણ એક જ છોકરીને ચાહતા હતા.   'રેવોલ્યુશન ૨૦૨૦'માં તમારું સ્વાગત છે! આ કથા છે  બાળપણનાં ત્રણ મિત્ર - ગોપાલ, રાઘવ અને આરતીની, જે વારાણસીમાં પ્રેમ, ખુશી અને સફળતા મેળવવા મથે છે. પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધાવે છે, એમાં આવાં સપનાં સહેલાઈથી પૂરાં નથી થતાં. અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે લડાઈ ચાલુ રાખી. છેવટે જીત કોની થશે? બેસ્ટ સેલિંગ નવલકથાઓ - ફાઇવ પોઇન્ટ સમવન, વન નાઇટ જ્ર કોલસેન્ટર, ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ અને ૨ સ્ટેટ્સના લેખક, ભારતના હૃદયસમા પ્રદેશમાંથી એક નવી, રોમાંચક કથા લઈને ફરી તમારી સમક્ષ હાજર થયા છે તો તમે તૈયાર છોને, રેવોલ્યુશન માટે?



3 Mistakes Of My Life - Chetan Bhagat

 

સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બધાં ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ અવરોધો પાર કરી શકશે? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે? સાચા બનાવો ઉપર આધારિત, સદીના શ્રેષ્ઠ લેખકની રોમાંચક એવી આધુનિક ભારતની નવલકથા છે. ચેતન ભગત તેમાં એક સમગ્ર પેઢીની એકલતા અને વિચારોને પ્રગટ કરે છે. એક એવી નવલકથા છે જે પ્રકાશિત થતાં માત્ર પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ ધરાવે છે. આજની યુવાપેઢીમાં ચેતન ભગત સૌથી વધુ વંચાતા લેખક છે.



Book Summary of Revolution 2020

Once upon a time, in small-town India, there lived two intelligent boys.

One wanted to use his intelligence to make money.

One wanted to use his intelligence to create a revolution.

The problem was, they both loved the same girl.


Welcome to Revolution 2020. A story about childhood friends Gopal, Raghav and Aarti who struggle to find success and love in Varanasi. However, it isn't easy to achieve this in an unfair society that rewards the corrupt. As Gopal gives in to the system, and Raghav fights it, who will win?


From the bestselling author of Five Point Someone, one night @ the call center, The Three Mistakes of My Life and 2 States, comes another gripping tale from the heartland of India. Are you ready for the revolution?



Tag cloud

Sign in