Avatar Tatva By Bhaandev

 

અવતારતત્વ - ભાણદેવ

 

અવતારની લીલાનું મુલ્યાંકન ન હોય,ચિંતન ન્હોય - આ સત્ય પ્રથમ પ્રકરણમાં અભિવ્યક્ત થયું છે. દ્વ્રીતીય અને તૃતીય પ્રકરણમાં અવતારતત્વનું વિશદ અને સાંગોપાંગ કથન યથાશક્તિ-યથામતિ થયું છે. અવતારતત્વને પૂરેપૂરું કોણ જાણી શકે ? કોણ સમજી શકે ? તદનુસાર કહ્યું છે-યથાશક્તિ અને યથામતિ !

 

અવતારના સાનિધ્યમાં રહેવું એટલે શું ? અવતારનું યથાર્થ સાનિધ્ય શું છે ? અવતારના સાનિધ્યમાં કોણ હોય છે ?- આ વિચારણા 'અવતારના સાનિધ્યમાં' માં છે. અવતારની ઉપાસનાની વિચારણા પણ અહી થઇ છે. આપણાં શાસ્ત્રોમાં અવતારની અપરંપાર કથાઓ છે. અવતારતત્વ ની વિચારણા થઈ છે. આ સર્વનું એક યથાશક્ય સાંગોપાંગ કથાન શાસ્ત્રોમાં અવતાર પ્રકરણમાં ઉપલબ્ધ થયું છે. સર્વ અવતારોના અવતારી કોણ છે ? પુરષોતમ-ચેતના ! તેનું કથાન 'અવતારી પુરષોતમ-ચેતનામાં' જોઈ શકાશે. પુરાણોમાં અવતારોની ગણના પણ થઈ છે અને તેમાં મતભિન્નતા પણ છે. તેની એકસુત્રતા અહી સિદ્ધ થઇ છે - અવતારોની સંખ્યા !