૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત

સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બધાં ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે? સાચા બનાવો ઉપર આધારિત, આ સદીના શ્રેષ્ઠ લેખકની રોમાંચક એવી આધુનિક ભારતની આ નવલકથા છે. ચેતન ભગત તેમાં એક સમગ્ર પેઢીની એકલતા અને વિચારોને પ્રગટ કરે છે. આ એક એવી નવલકથા છે જે પ્રકાશિત થતાં જ માત્ર પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ ધરાવે છે. આજની યુવાપેઢીમાં ચેતન ભગત સૌથી વધુ વંચાતા લેખક છે.