Books For You

Grow outward, Grow inward

Yashasvi Bharatiya Mahilaye (Hindi) By Priyanka Saraswat

यशस्वी भारतीय महिलाये - डॉ प्रियंका सारस्वत


इस पुस्तक में उन महिला नायिकाओं की संघर्ष कथाओ को सम्मिलित किया गया है जिन्होंने अपने घर-परिवार या पारिवारिक सामाजिक परम्पराओ से आगे निकालकर अपने अस्तित्व के लिए संघर्ष किया तथा शुन्य से शिखर तक पहुंचकर दूसरों के लिए अनुकरणीय उदहारण प्रस्तुत किया।



Jya Jya Hase Ek Gujarati (Gujarat Ane Gujaratio Vishena Hasyavyang Lekh) by Urvish Kothari

જ્યાં જ્યાં હસે એક ગુજરાતી - ઉર્વીશ કોઠારી

આ પુસ્તક ગુજરાત અને ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને તેમની વિશિષ્ટતાઓનો ઓચ્છવ છે. તેમાં ગુજરાતીઓની ખાણીપીણી, રહેણીકરણી, ટેવોકુટેવો,ઇતિહાસ-વર્તમાન, ભાષા-સાહિત્ય, પ્રગતિ-અવળી ગતિ, નાગરિકો-નેતાઓ જેવા અનેક વિષયો પરની હાસ્ય-વ્યંગથી ભરપૂર અઢળક સામગ્રી ઠાંસી ઠાંસીને ભરેલી છે. ‘નિર્દોષ-નિર્દંશ’ પ્રકારના અહિંસક નિબંધથી માંડીને તમતમતા રાજકીય કટાક્ષ જેવા જુદા જુદા હાસ્યપ્રકારો પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે.

ગુજરાત અને ગુજરાતીઓની ખાસિયતો અને મર્યાદાઓને, મિથ્યા ગૌરવ કે બિનજરૂરી કટુતા વિના, હસતાં-હસાવતાં આલેખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.



Mahagayatri Samhita (Hindi) by Kavibhushan Nagyogi

महगायत्री संहिता - कविभूषण नागयोगी

वेद-पुराणोक्त इस महामंत्र की साधना-उपासना समबन्धी जानकारी के साथ सुख-शांति, आरोग्य तथा समृद्धि प्राप्त करने और ग्रहो की प्रतिकूल दृष्टि को शांत करने का सफल प्रयोग।



Niranjan (નિરંજન) by Zaverchand Meghani

સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો. ... રાણપુર, ૨૫-૯-૧૯૪૧, ઝવેરચંદ મેઘાણી.



Tag cloud

Sign in