Books For You

Grow outward, Grow inward
સમૃદ્ધિના નિયમો
રિચાર્ડ ટેંપલર
ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક
( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar )


                                                             સમૃદ્ધિ માટેની અંગત અચાર - સંહિતા
પૈસો
-દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ?

હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે.
'
સમૃદ્ધિના નિયમો' માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે - તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે.ભારતની આવતીકાલ

નવી સદી માટેના ખ્યાલો

નંદન નીલેકણી

GUJARATI TRANSLATION OF “IMAGINING INDIA”

૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ભારતમાં જબરજસ્ત સામાજિક, રાજકીય અને સંસ્કૃતિક બદલાવો આવ્યાં છે.દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અનેક વિવિધતાઓથી પણ ભરપુર છે.તેનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.અને એટલે જ આઝાદીના ૬૦ વર્ષો બાદ ભારતની ગણના ઉભરતા ‘સુપર પાવર’ તરીકે થઇ રહી છે..

થોડામાં ઘણું કહી જતા આ પુસ્તકમાં આ દેશના જ એક કુશળ અને ક્રિયાશીલ વ્યક્તિએ આધુનિક ભારતને ઘાટ આપતા મુખ્ય વિચારને પોતાની રીતે તપાસ્યો છે.

નંદન નીલેકણી જેઓ ઇન્ફોસીસના સહસ્થાપક છે અને જેઓ ભારતની વિકાસગાથામાં ચાવીરૂપ વ્યક્તિ છે.

નેશનલ બેસ્ટસેલર આ પુસ્તક દરેક વિદ્યાર્થીએ તથા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .Chicken Soup For The Indian Mother Soul ( Gujarati Translation)

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર

માતૃત્વની ભાવનાને ઉજાગર કરતી અને હૃદયના દ્વાર ખોલી નાખતી એકસો એક ટૂંકી વાર્તાઓ

જેક કેન્ફીલ્ડ* માર્ક વિક્ટર હાન્સેન* રક્ષા ભારડિયા

સાચે જ કંઇક એવું છે માતૃત્વમાં, જે એક સામાન્ય સ્ત્રીને અસાધારણ વ્યક્તિ બનાવે છે.’ ચિકન  સૂપ ફોર ધ સોલ: ભારતીય માં’ એ અસાધારણ માતૃત્વને અંજલી આપે છે.
જેમાં એક નિષ્ણાત, દયાળુ, પોષણ આપનાર, માર્ગદર્શક, કુશળ રસોઈ કરનાર અને સલાહકાર સમાયેલા છે. સ્ત્રીઓ એમના અત્યંત અંગત પ્રશ્નો અહીં વર્ણવે છે, ગર્ભ ધારણ કરવાના, બાળકને લગભગ ગુમાવી બેસવાના , ચમત્કારોના સાક્ષી બનવાના અને દાદીમાં-નાનીમા થવાના મોભાને માન અપાવવાના, હિંમત, સમર્પણ અને ભક્તિની વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે, જે માતૃત્વના વાત્સલ્યને, લોકોના હૃદયમાં અને જીવનમાં સ્પર્શ કરે છે.અને સાચવી રાખે છે.Tag cloud

Sign in