Books For You

Grow outward, Grow inward

શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ

હરેશ ધોળકિયા

વ્યક્તિ એટલે મન. મોટા ભાગનાનું મન બિનતાલીમી છે. માટે ગૂંચવાયેલું છે. તે સમસ્યાઓ સર્જે છે. વિચારો અસ્પષ્ટ થાય છે. લાગણીઓ આવેશમાં ફેરવાય છે. જાગૃતિ ધૂંધળી બને છે. મન’ગ્રંથીઓ’ થી ગ્રસ્ત થાય છે. જીવનનો આનંદ નથી ભોગવી શકાતો,તે માટે જવાબદાર છીએ કેવળ ‘ આપણે’! પણ મનને કેળવી શકાય છે. વિચારો અને ભાવનાઓને સ્વસ્થ કરી શકાય છે.

કેળવાયેલું મન ધાર્યું કરી શકે છે. તેની શક્તિ અનંતગણી વધી જાય છે. સ્વસ્થ મન જીવનને આનંદ અને સોંદર્યથી છલકાવી નાખે છે.

સામાન્ય,અસ્પષ્ટ, ધૂંધળા મનને સજ્જ કરી સ્વસ્થ અને સફળ વ્યક્તિત્વ કેળવવાના વિચારો પીરસતું આ પુસ્તક છે. તે મનની પ્રજ્ઞા તરફની યાત્રા કરાવે છે. શાંતિ,પ્રેમ અને આનંદ ઇચ્છનાર માટે અનિવાર્ય વાંચન !

હરેશ ધોળકિયા
ન્યુ મિન્ટ રોડ , પેરીસ બેકરી પાસે,
ભુજ-કચ્છ (૩૭૦૦૦૧)
ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬

પુસ્તક પ્રાપ્તિસ્થાન :
ઓનલાઈન બુકસ્ટોર
બુક્સ ફોર યુ.

કિંમત : રૂ.૧૦૦/-
પૃષ્ઠ :૧૪૪ભારતીય મેનેજરોની અજાયબ દુનિયા : ઇન ધી વન્ડરલેન્ડ ઓફ ઇન્ડિયન મેનેજર્સ

‘In The Wonderland of Indian Managers’ Gujarati Edition.

શરૂ રાંગણેકર
ચિત્રાંકન : આર.કે.લક્ષ્મણ અને વિવેક મેહેત્રે
અનુવાદક: દિનેશ ઠાકર
          ભારતીય મેનેજરોની અજાયબ દુનિયા’માં રાંગણેકર આપણી સંચાલનવ્યવસ્થા અને પ્રણાલીની વિલક્ષણતાઓ દર્શાવે છે. અને તેના પર વ્યંગભર્યા ચાબખાં વીંઝે છે.ભારતીય મેનેજમેન્ટ પરિદૃશ્યનું પ્રભાવી વિવેચન રજૂ કરતું આ પુસ્તક તાલીમાર્થીથી લઇ ડાઈરેક્ટર સુધીના બધા સ્તરના મેનેજરોને ઉપયોગી થાય તેવું છે. સાર્વજનિક સમસ્યાઓ અને તેમના ઉકેલ લેખકની લાક્ષણિક શૈલીમાં વર્ણવામાં આવ્યા છે, જે આર.કે.લક્ષ્મનાના અપ્રતિમ કાર્ટુનની આપૂર્તિ પામે છે.
Title: In The Wonderland of Indian Managers’ Gujarati Edition.
Author: Sharu Rangnekar
Edition: July,2011
Price : INR 100.00
A MUST FOR EVERY MANAGEMENT STUDENT/BUSINESS CLASS


સાંભરે રે…. બાળપણના સંભારણા…….

સંપાદન અંકિત ત્રિવેદી

જાણીતા ૬૩ વ્યક્તિત્વોએ આલેખેલા પોતાના બાળપણની વાત .

આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..

Sambhre re, Baalpan na sambharna…

Compiled By Ankit Trivedi

Published: July,2011

Price : INR 350.00

Available At www.booksforyou.co.inભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો

ડો. રમેશ પોખરિયાલ “નિશંક”

(મુખ્યમંત્રી, ઉત્તરાખંડ)

પરિશ્રમના માધ્યમથી સઘળી મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરતાં શીખવતું પ્રેરણા આપતું સૌથી વધુ વેચાતું પુસ્તક

ભાગ્યના કર્મ સિંધ્ધાંત અનુસાર આપણું જીવન એવું જ બને છે જેવું આપણે કર્મ કરીએ છીએ. ભાગ્ય એટલે કે પૂર્વ જન્મના સંચિત કર્મ માનીને જે લોકો સખત મહેનત નથી કરતાં એમને ઇચ્છિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્ત નથી થતા.જો ભગવાન રમે વનવાસકાળમાં રાવણ દ્વારા સીતાજીના અપહરણને પોતાનું નસીબ માની લીધું હોત અને સો માઇલ દૂર લંકા સુધી જવાનું અશક્ય માની લીધું હોત તો તે કયારેય પણ મૃત્યુ અને ગ્રહ નક્ષત્રોને કાબુમાં કરવાવાળા મહાપ્રતાપી રાવણનો નાશ ન કરી શક્ય હોત. બધાં ધર્મમાં, બધાં દેશોમાં અને દરેક સંસ્કૃતિના ઇતિહાસમાં એટલા અગણિત ઉદાહરણ મળે છે જેનાથી એ સિદ્ધ થાય છે કે નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ કરનારને જ ઈશ્વર મદદ કરે છે.

ભાગ્યને બધાં માને છે અને કર્મનો મહિમાનો સ્વીકાર પણ બધાં કરે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ અસફળતાનો દોષ ભાગ્ય પર ઢોળી દઈએ છીએ અને એને દુર્ભાગ્ય કહીને સ્વીકાર કરી લઈએ છીએ, પરંતુ અધ્યાપક અને સાહિત્યકારથી રાજનીતિજ્ઞ બનીને જનસેવામાં લાગેલા આ પુસ્તકના લેખકે ખુબ જ તાર્કિક ઢંગથી એ સિદ્ધ કર્યું છે કે જયારે પણ કોઈએ અથાગ પરિશ્રમ કર્યો છે, દુર્ભાગ્ય એનું કશું નથી બગાડી શક્યું .

અત્યંત સરળ અને રોચક શૈલીમાં લખવામાં આવેલી આ બેમિસાલ પુસ્તકને વાંચીને તમે તમારા જીવનમાં એક નવી આશા અને ખુદમાં એક નવો આત્મવિશ્વાસ પ્રવાહિત થતો અનુભવ કરશો . તમને તમારા દરેક લક્ષ્ય સહજતાથી સિદ્ધ થતા નજરે પડશે

 મધુર યાત્રા : ચિત્રલેખાની સાઠ વર્ષની સફરના સાથીદાર મધુરી કોટકની વણકહી વાતો

દેવાંશુ દેસાઈ

એક રીતે જોઈએ તો મધુરીબહેનની આ નાનકડી જીવનકથા છે અને નથી.નથી અને છે પણ ખરી મધુરીબહેનની સાથેસાથે આપણને વજુભાઈ કોટકના પુરુષાર્થના સાહસનો પરિચય થાય છે.એમણે જીવનમાં કેટલાં બધાં સપના સેવ્યાં હતાં અને એ સપનાને સાકાર કરવા માટે કેટલો બધો પરસેવો પાડ્યો હતો તેનો પણ અહીં ભીનો ચિતાર મળે છે.

વજુભાઈ કોટક અને મધુરીબહેન કોટક એ ‘ચિત્રલેખા’ ના પાયામાં છે .પાયો કોઈને દેખાતો નથી અને કળશ કોઈને પણ દેખાય છે. મધુરીબહેન ‘ચિત્રલેખા’ ની સફરના સાથી અને સાક્ષી.વીતી ગયેલા વર્ષોની સ્મૃતિની પળેપળ એમની પાસે અંકબંધ . આ પુસ્તકમાં સાઠ દાયકાની વાત છે.દેવાંશુ દેસાઈએ રસાળ શૈલીમાં આ જીવનકથાનું આલેખન કર્યું છે.

Madhur Yatra On Madhuri Kotak’s Life And Chitralekha Historyધ કાઈટ રનર (Gujarati Translation of ‘The Kite Runner’)

ખાલીદ હુસેની

(A Novel ) 

૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮ માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સ ગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.

૧૯૭૦ ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમીર સ્થાનિક પતંગસ્પર્ધા જીતવા મરણીયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. રશીયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલીબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી: મુક્તિ
  A friend in need is a friend indeed. સાચો મિત્ર કોને કહેવો ? જે આપણાં મનની વાત સમજી શકે ? જે મુસીબતના સમયે પડખે ઉભો રહે તેને ? જે સુખદુ:ખમાં સહભાગી બને તેને ? એક મિત્ર તરીકે આમીર આ બધી બાબતોમાં ઊણો ઉતરે છે. ઉલટું મિત્રને છેહ આપે છે.દગો છલકપટ અને કાયરતા એ આમીરની મિત્રતાના લક્ષણો છે. એના દુર્ગુણો એને સતત ડંખ્યા કરે છે.એને એના દુષ્કૃત્યોમાંથી મુક્તિ મેળવવી છે.એને એના કામોનો પારાવાર પસ્તાવો છે.પણ માત્ર પસ્તાવો કરવાથી દુષ્કૃત્યો માફ થાય ખરાં? હમેશાં વિપરીત સંજોગોમાંથી નાસ્તો રહેલો આમીર એ કિંમત ચૂકવી શકશે ખરો ? આમીરની એ જ મનોમંથનની કથા છે ‘ધ કાઈટ રનર’

Price Rs.250/-

Publication Date : 29th June 2011

Available At :www.booksforyou.co.inભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો

ડો. રમેશ પોખરિયાલ  "નિશંક"
(મુખ્યમંત્રી, ઉત્તરાખંડ)

પરિશ્રમના માધ્યમથી સઘળી મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરતાં શીખવતું પ્રેરણા આપતું સૌથી વધુ વેચાતું પુસ્તક .

ભાગ્યના કર્મ સિંધ્ધાંત અનુસાર આપણું જીવન એવું જ બને છે જેવું આપણે કર્મ કરીએ છીએ. ભાગ્ય એટલે કે પૂર્વ જન્મના સંચિત કર્મ માનીને જે લોકો સખત મહેનત
નથી કરતાં એમને ઇચ્છિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્ત નથી થતા.જો ભગવાન રમે વનવાસકાળમાં  રાવણ દ્વારા સીતાજીના અપહરણને પોતાનું નસીબ માની લીધું હોત અને સો માઇલ દૂર લંકા સુધી જવાનું અશક્ય માની લીધું હોત તો તે કયારેય પણ મૃત્યુ અને ગ્રહ નક્ષત્રોને કાબુમાં કરવાવાળા મહાપ્રતાપી રાવણનો નાશ ન કરી શક્ય હોત. બધાં ધર્મમાં, બધાં દેશોમાં અને દરેક સંસ્કૃતિના ઇતિહાસમાં એટલા અગણિત ઉદાહરણ મળે છે જેનાથી એ સિદ્ધ થાય છે કે નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ કરનારને જ ઈશ્વર મદદ કરે છે.

ભાગ્યને બધાં માને છે અને કર્મનો મહિમાનો સ્વીકાર પણ બધાં કરે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ અસફળતાનો દોષ ભાગ્ય પર ઢોળી દઈએ છીએ અને એને દુર્ભાગ્ય કહીને સ્વીકાર કરી લઈએ છીએ, પરંતુ અધ્યાપક અને સાહિત્યકારથી રાજનીતિજ્ઞ બનીને જનસેવામાં લાગેલા આ પુસ્તકના લેખકે ખુબ જ તાર્કિક ઢંગથી એ સિદ્ધ કર્યું છે કે જયારે પણ કોઈએ અથાગ પરિશ્રમ કર્યો છે, દુર્ભાગ્ય એનું કશું નથી બગાડી શક્યું .

અત્યંત સરળ અને રોચક શૈલીમાં લખવામાં આવેલી આ બેમિસાલ પુસ્તકને વાંચીને તમે તમારા જીવનમાં એક નવી આશા અને ખુદમાં એક નવો આત્મવિશ્વાસ પ્રવાહિત થતો અનુભવ કરશો . તમને તમારા દરેક લક્ષ્ય સહજતાથી સિદ્ધ થતા નજરે  પડશે . 

                   
પ્રેરણાદાયક પુસ્તકTag cloud

Sign in